Rekha gupta: દિલ્હીના નવા મુખ્યમંત્રીનું નામ નક્કી થઈ ગયું છે. શાલીમાર બાગના ધારાસભ્ય રેખા ગુપ્તા દિલ્હીના નવા મુખ્યમંત્રી બન્યા છે. પાર્ટીના બંને નિરીક્ષકો, રવિશંકર પ્રસાદ અને ઓમ પ્રકાશ ધનખડે એક પછી એક ધારાસભ્યો સાથે વાત કરી અને પછી રેખા ગુપ્તાના નામની જાહેરાત કરી. ભાજપ 27 વર્ષ પછી રાજધાનીમાં પાછી ફરી છે.

દિલ્હીના નવા મુખ્યમંત્રીનું નામ નક્કી થઈ ગયું છે. શાલીમાર બાગના ધારાસભ્ય રેખા ગુપ્તા દિલ્હીના નવા મુખ્યમંત્રી બનશે. પાર્ટી નિરીક્ષકો રવિશંકર પ્રસાદ અને ઓમ પ્રકાશ ધનખડે એક પછી એક ધારાસભ્યો સાથે વાત કરી, પછી રેખા ગુપ્તાના નામની જાહેરાત કરી. ભાજપ 27 વર્ષ પછી રાજધાનીમાં પાછી ફરી છે.

લાંબા સસ્પેન્સ પછી, બુધવારે સાંજે ભાજપ વિધાનસભા પક્ષની બેઠકમાં તેમના નામને મંજૂરી આપવામાં આવી. શાલીમાર બાગના ધારાસભ્ય રેખા ગુપ્તાને મુખ્યમંત્રી પદની જવાબદારી સોંપવામાં આવી છે. ભાજપ માટે આ એક ઐતિહાસિક ક્ષણ છે કારણ કે પાર્ટી 27 વર્ષ પછી દિલ્હીમાં સત્તામાં પાછી આવી છે.

ધારાસભ્યોની બેઠકમાં લેવાયો નિર્ણય

બેઠકમાં પાર્ટીના વરિષ્ઠ નેતાઓ રવિશંકર પ્રસાદ અને ઓમ પ્રકાશ ધનખડે એક પછી એક ધારાસભ્યો સાથે વાત કરી અને બધાના મંતવ્યો જાણ્યા બાદ રેખા ગુપ્તાના નામની જાહેરાત કરવામાં આવી. અગાઉ મુખ્યમંત્રી પદ માટે ઘણા નામો સમાચારમાં હતા, પરંતુ રેખા ગુપ્તાએ બધાને પાછળ છોડી દીધા અને રેસ જીતી લીધી. તેમના નામની જાહેરાત થતાં જ પાર્ટી કાર્યાલયમાં ઉજવણીનો માહોલ છવાઈ ગયો અને સમર્થકોએ ખૂબ જ આનંદ સાથે ઉજવણી કરી.

રેખા ગુપ્તાના ઘરે ઉજવણી

દિલ્હીના નવા મુખ્યમંત્રી તરીકે ચૂંટાયેલા ભાજપ ધારાસભ્ય રેખા ગુપ્તાના ઘરે ઉજવણીનો માહોલ છે. તેમના સમર્થકો તેમના ઘરની બહાર મોટી સંખ્યામાં એકઠા થયા હતા અને તેમના પરિવારના સભ્યોનું હાર પહેરાવીને સ્વાગત કર્યું હતું. ભાજપના કાર્યકરોએ ઢોલ-નગારા વગાડી અને ફટાકડા ફોડી ઉજવણી કરી. રેખા ગુપ્તાના મુખ્યમંત્રી તરીકે ચૂંટાયા અંગે સમર્થકોમાં ઉત્સાહ છે. તેઓ આવતીકાલે સવારે ૧૧ વાગ્યે મુખ્યમંત્રી તરીકે શપથ લેશે.