PM Modi: ફિલ્મ ધ સાબરમતી રિપોર્ટ PM મોદીએ તેમના તમામ કેબિનેટ મંત્રીઓ સાથે સંસદ સભાગૃહમાં નિહાળી હતી. આ પ્રસંગે ફિલ્મની સ્ટાર કાસ્ટ અને એકતા કપૂરના પિતા પીઢ અભિનેતા જિતેન્દ્ર પણ હાજર હતા. જેના અંદરના વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.

ગોધરા ઘટના પર બનેલી ફિલ્મના વખાણ કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે સંસદના બાલયોગી ઓડિટોરિયમમાં ફિલ્મ ‘ધ સાબરમતી રિપોર્ટ’ નિહાળી હતી. ઘણા કેબિનેટ મંત્રીઓ પણ પીએમ મોદી સાથે હતા. આ પ્રસંગે તેમની સાથે ફિલ્મની સ્ટારકાસ્ટ હાજર રહી હતી. પીએમ મોદી અને ઓડિટોરિયમની અંદરના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

ફિલ્મ જોયા બાદ પીએમ મોદીએ સોશિયલ મીડિયા પર ઘણી તસવીરો શેર કરી હતી. કેપ્શનમાં લખ્યું- ‘બધા મંત્રીઓ સાથે સાબરમતી રિપોર્ટ ફિલ્મ જોઈ.હું ફિલ્મના નિર્માતાઓને તેમના પ્રયાસો માટે બિરદાવું છું.

ફિલ્મ જોયા બાદ જીતેન્દ્રએ કહ્યું, ‘મેં પીએમ મોદીને કહ્યું કે મેં ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં 50 વર્ષ વિતાવ્યા છે. આ પહેલીવાર છે જ્યારે મારી પુત્રી અને તેની કંપનીના કારણે આજે હું વડાપ્રધાન સાથે બેસીને આ ફિલ્મ જોઈ રહ્યો છું. તો તેણે કહ્યું કે પીએમ બન્યા પછી આ પહેલી ફિલ્મ જોઈ રહ્યો છું.