આ ઘટનામાં અમદાવાદના પાલડીમાં રહેતા એક પર્યટક ઋષિભાઇ ઝીપ લાઇન કરી રહ્યાં હતા જેમણે પોતાનો સેલ્ફી કેમેરો ઓન કરીને પોતે ઝીપ લાઇનનો આનંદ માણી રહ્યા હોય તેવો વિડીયો શુટ કર્યો હતો
અમદાવાદ. જમ્મુ કાશ્મીરનાં પહલગામ પર થયેલા હુમલના હર્દયદ્વાવક દ્રશ્યો હજુ દેશવાસીઓના નજર સમક્ષથી ગયા નથી ત્યારે આ ઘટનાને લઇને વધુ એક અપડેટ સામે આવી છે. મળતી માહિતી પ્રમાણે આ ઘટનામાં અમદાવાદના પાલડીમાં રહેતા એક પર્યટક ઋષિભાઇ ઝીપ લાઇન કરી રહ્યાં હતા જેમણે પોતાનો સેલ્ફી કેમેરો ઓન કરીને પોતે ઝીપ લાઇનનો આનંદ માણી રહ્યા હોય તેવો વિડીયો શુટ કર્યો હતો પરંતૂ આ વીડિયોમાં આતંકવાદીઓએ બૈસરન ખીણમાં મોતનું તાંડવ કઇ રીતે મચાવ્યું તે હકીકત વીડિયોમાં સ્પષ્ટ જોવા મળ્યુ હતુ.
આ વીડિયોમાં જોઇ શકાય છે કે, સૌ પ્રથમ ગોળીબારનો અવાજ આવે છે જેથી પર્યટકો ડરીને ભાગી રહ્યાં છે, જેમાંથી ઘણા પર્યટકોને ગોળી પણ વાગે છે અને તે ત્યાં જ ઢળી પડે છે.આ વીડિયોમાં ઝીપ લાઇન ઓપરેટર અલ્લાહ ઓ અકબરનો નારો લગાવી રહ્યો હોવાનું સાંભળી શકાય છે. આ વીડિયો સામે આવતાં જ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.
See Video