Bangladeshમાં ચાલી રહેલી હિંસા વચ્ચે શેખ હસીનાએ વડાપ્રધાન પદેથી રાજીનામું આપીને સોમવારે દેશ છોડી દીધો હતો. આ દરમિયાન બાંગ્લાદેશ આર્મીના ટોચના હોદ્દાઓમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. મેજર જનરલ ઝિયાઉલ અહસાનને સેવામાંથી મુક્ત કરવામાં આવ્યા છે, જ્યારે લેફ્ટનન્ટ જનરલ મોહમ્મદ સૈફુલ આલમને વિદેશ મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી છે.

તેમને નવી જવાબદારી મળી
સૂત્રોએ જણાવ્યું હતું કે લેફ્ટનન્ટ જનરલ મિજાનુર શમીમને આર્મીના ચીફ ઑફ જનરલ સ્ટાફ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. દરમિયાન, લેફ્ટનન્ટ જનરલ મોહમ્મદ મોજીબુર રહેમાનને GOC આર્મી ટ્રેનિંગ અને ડોક્ટ્રિન કમાન્ડની જવાબદારી સોંપવામાં આવી છે, જ્યારે મેજર જનરલ એએસએમ રિદવાનુર રહેમાનને નેશનલ ટેલિકોમ્યુનિકેશન મોનિટરિંગ સેન્ટર (NTMC)ના ડિરેક્ટર જનરલ નિયુક્ત કરવામાં આવ્યા છે.