જેન્સેન હુઆંગે Nvidiaના CEO પદેથી રાજીનામું આપી દીધું છે. તેમણે આ નિર્ણય એક કથિત ચીની જાસૂસ સાથે સંકળાયેલા વિવાદો બાદ લીધો છે.

જેન્સેન હુઆંગે Nvidiaના CEO પદેથી વિદાય લીધી છે; તેઓ ૩૩ વર્ષ સુધી આ પદ પર રહ્યા હતા. તેમના રાજીનામા બાદ, કંપનીના ચીફ ફાઇનાન્શિયલ ઓફિસર (CFO) કોલેટ ક્રેસને વચગાળાના CEO તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. કંપનીનું બોર્ડ હવે નવા કાયમી CEOની શોધ શરૂ કરશે, જેમાં સંસ્થાની અંદર અને બહાર બંને જગ્યાએથી ઉમેદવારોને ધ્યાનમાં લેવામાં આવશે.

હુઆંગનું રાજીનામું એવા સમયે આવ્યું છે જ્યારે તેમના અંગત સંબંધો અંગે ચોંકાવનારા ખુલાસા થયા છે. અહેવાલો અનુસાર, હુઆંગના કંપનીની એક મહિલા એક્ઝિક્યુટિવ સાથે સંબંધ હતા, જે સીધા તેમના હેઠળ કામ કરતી હતી. વધુમાં, એવું પણ બહાર આવ્યું છે કે તેમના એક એવી મહિલા સાથે સંબંધ હતા જેને અમેરિકી સત્તાવાળાઓએ ચીની જાસૂસ તરીકે ઓળખાવી છે. આ ખુલાસાઓ બાદ, કંપનીના બોર્ડે બુધવારે સાંજે નવી નેતૃત્વ વ્યવસ્થા અંગે નિર્ણય લેવા માટે એક લાંબી બેઠક યોજી હતી.

ભવિષ્યને લઈને ઉભા થયેલા પ્રશ્નો

હુઆંગના જવાથી Nvidiaના ભવિષ્ય અંગે અનેક પ્રશ્નો ઉભા થયા છે. આ કંપની આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) માટે વપરાતી ચિપ્સના વિશ્વના સૌથી મોટા ઉત્પાદકોમાંની એક છે. એવો અંદાજ છે કે AI સંબંધિત મોટા પ્રોજેક્ટ્સમાં વપરાતી કમ્પ્યુટર ચિપ્સના બજારમાં Nvidiaનો હિસ્સો લગભગ ૯૦% છે. બજારમાં મજબૂત સ્થિતિને કારણે તે વિશ્વની સૌથી મૂલ્યવાન કંપનીઓમાંની એક બની ગઈ છે.

ટ્રમ્પના નજીકના ગણાતા હતા હુઆંગ

‘ધ ન્યૂ યોર્ક ટાઇમ્સ’ના એક અહેવાલ મુજબ, જેન્સેન હુઆંગનો પ્રભાવ માત્ર વ્યવસાયિક ક્ષેત્ર પૂરતો સીમિત નહોતો. તેઓ વિશ્વના સૌથી ધનિક વ્યક્તિઓમાંના એક છે અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નજીકના સાથી પણ ગણાય છે. અહેવાલો અનુસાર, ટ્રમ્પને અગાઉ જ જાણ કરવામાં આવી હતી કે હુઆંગના સંબંધો એક એવી મહિલા સાથે છે જે ચીની ગુપ્તચર એજન્સી સાથે જોડાયેલી હોવાનું મનાય છે. જોકે, ટ્રમ્પે આ બાબતે કોઈ પગલાં લીધાં ન હતા. ગયા અઠવાડિયે તેમણે હુઆંગનો બચાવ કરતા તેમને એક સન્માનનીય વ્યક્તિ ગણાવ્યા હતા. ટ્રમ્પે કહ્યું હતું કે હુઆંગને ખબર જ નહોતી કે તે મહિલા ચીની જાસૂસ છે.