ચૂંટણીના પરિણામો પહેલા ચૂંટણી પંચે આજે એક પત્રકાર પરિષદ યોજી હતી. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું કે આ ચૂંટણીમાં મતદારોએ ઘણા રેકોર્ડ બનાવ્યા છે. સીઈસીએ કહ્યું કે આ વખતે મહિલાઓએ પણ મોટી સંખ્યામાં મતદાન કર્યું છે. સીઈસી રાજીવ કુમારે કહ્યું કે આ વખતે 31 કરોડ મહિલાઓએ મતદાન કર્યું છે, જે પહેલીવાર થયું છે.

લોકસભા ચૂંટણીના પરિણામો પહેલા ચૂંટણી પંચે આજે પત્રકાર પરિષદ યોજી હતી. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું કે આ ચૂંટણીમાં મતદારોએ ઘણા રેકોર્ડ બનાવ્યા છે. સીઈસીએ કહ્યું કે આ વખતે મહિલાઓએ પણ મોટી સંખ્યામાં મતદાન કર્યું છે.

સીઈસી રાજીવ કુમારે કહ્યું કે આ વખતે 31 કરોડ મહિલાઓએ મતદાન કર્યું છે, જે પહેલીવાર થયું છે. તેમણે કહ્યું કે ઘરેથી મતદાન કરવાનો રેકોર્ડ પણ બન્યો છે.

ચૂંટણીમાં વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો

CECએ કહ્યું કે ભારતે લોકસભા ચૂંટણીમાં 31 કરોડ 20 લાખ મહિલાઓ સહિત 64 કરોડ 20 મતદારોની ભાગીદારી સાથે વિશ્વ વિક્રમ સ્થાપ્યો છે. આ આંકડો G7 દેશોના મતદારો કરતાં 1.5 ગણો અને 27 EU દેશોના મતદારો કરતાં 2.5 ગણો છે.