Maharashtra: મહારાષ્ટ્રમાં વિધાનસભા પક્ષની બેઠક માટે ભાજપે કેન્દ્રીય નિરીક્ષકોની નિમણૂક કરી છે. પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડાએ કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણ અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને નિરીક્ષક તરીકે નિયુક્ત કર્યા છે.

મહારાષ્ટ્રમાં વિધાનસભા પક્ષની બેઠક માટે ભાજપે કેન્દ્રીય નિરીક્ષકોની નિમણૂક કરી છે. પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડાએ કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણ અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને નિરીક્ષક તરીકે નિયુક્ત કર્યા છે. બંને નિરીક્ષકો મુંબઈ જઈને ધારાસભ્યો સાથે બેઠક કરશે. જે બાદ નવા મુખ્યમંત્રીના નામની જાહેરાત કરવામાં આવશે.

મહારાષ્ટ્રમાં 5 ડિસેમ્બરે નવા મુખ્યમંત્રીનો શપથ ગ્રહણ સમારોહ યોજાશે. આ કાર્યક્રમ મુંબઈના આઝાદ મેદાનમાં સાંજે 5 વાગ્યે યોજાશે. તે પહેલા 4 ડિસેમ્બરે ધારાસભ્ય દળની બેઠક મળી શકે છે. કેન્દ્રીય નિરીક્ષકો આ બેઠકમાં આવશે અને ધારાસભ્યો સાથે વાત કરશે.જો કે 5 ડિસેમ્બરે માત્ર સીએમ જ શપથ લેશે કે ડેપ્યુટી સીએમ અને અન્ય મંત્રીઓ પણ તેમની સાથે શપથ લેશે? આ હજુ સ્પષ્ટ થયું નથી.

આ પહેલા મુંબઈમાં મહાયુતિના નેતાઓની મોટી બેઠક યોજાવાની છે. આ બેઠક આજે યોજાવાની હતી, પરંતુ એકનાથ શિંદેની તબિયત ખરાબ હોવાને કારણે તેને મોકૂફ રાખવામાં આવી છે.આ બેઠકમાં સીએમના ચહેરાથી લઈને સત્તાની વહેંચણી સુધીની તમામ બાબતો પર ચર્ચા થશે. મુખ્યપ્રધાન અને નાયબ મુખ્યપ્રધાન કયા પક્ષમાંથી કોણ બનશે તે અંગે વાતચીત થઈ શકે છે.

4 ડિસેમ્બરે ધારાસભ્ય દળની બેઠક યોજાઈ શકે છે

ત્યાર બાદ બીજેપી ધારાસભ્ય દળના નેતા નક્કી કરવા માટે બેઠક યોજાશે. જેમાં ગૃહના નવા નેતાના નામ પર મહોર લાગશે. હાલમાં આ બેઠક સોમવાર કે મંગળવારે યોજાય તેવી ચર્ચા હતી. હવે આ બેઠક 4 ડિસેમ્બરે થઈ શકે છે.