જીજ્ઞેશદાદા ભવ્ય શ્રીમદ ભાગવત સપ્તાહ : હળવદ : હળવદના મયુરનગરમાં ત્રિભોવનદાસ ત્રિકમજી જોબનપુત્રા પરિવાર દ્વારા આગામી તારીખ 9 મે થી 15 મે સુધી જીજ્ઞેશદાદાની શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે.

ત્રિભોવનદાસ ત્રિકમજી જોબનપુત્રાએ શતાયુમાં મંગલ પ્રવેશ કર્યો છે અને જોબનપુત્રા પરિવારના પિતૃઓના મોક્ષાર્થે 9 મે થી 15 મે સુધી હળવદના મયુરનગર ખાતે શ્રીમદ ભાગવત સપ્તાહ કથાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જાણીતા કથાકાર જીજ્ઞેશદાદા દરરોજ સવારે 8-30 થી બપોરે 12-30 સુધી વ્યાસપીઠ પર બિરાજી કથાનું રસપાન કરાવશે. દરરોજ બપોરે 12-30 કલાકે મહાપ્રસાદનું આયોજન કરાયું છે.

પોથીયાત્રા 9 મેના રોજ બપોરે 3 કલાકે ભવાની માતાજીના મંદિરથી કથા સ્થળ સુધી યોજાશે. 11 મેના રોજ રાત્રે 8 કલાકે સુંદરકાંડના પાઠનું પણ આયોજન કરાયું છે. 13 મેના રોજ રાત્રે 8 કલાકે શ્રીનાથજીની ઝાંખી યોજાશે જેમાં ગાયક નિધિબેન ધોળકીયા હાજર રહેશે. 10 મેના રોજ રાત્રે 8 કલાકે રાસગરબાનું આયોજન કરાયું છે જેમાં કલાકાર ગીગાભાઈ આહીર હાજર રહેશે. 14 મેના રોજ રાત્રે 8 કલાકે લોક ડાયરો યોજાશે. આ લોક ડાયરામાં કલાકાર રાજભા ગઢવી અને મનિષ આહીર હાજર રહેશે.