જમ્મુમાં એક દુ:ખદ અકસ્માત થયો છે. યાત્રાળુઓને લઈ જતી બસ રસ્તા પરથી લપસીને ખાડામાં પડી હતી. આ અકસ્માતમાં 15 લોકોના મોત થયા હતા. આ અકસ્માત રાજૌરી જિલ્લામાં થયો હતો. અધિકારીઓએ જણાવ્યું કે પોલીસ અને સ્થાનિક લોકોની મદદથી બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે, ઘાયલોને જમ્મુની અખનૂર હોસ્પિટલ અને સરકારી મેડિકલ કોલેજ (જીએમસી) હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

દુર્ઘટનામાં 15 લોકોના મોત થયા છે. જાણકારી અનુસાર, શ્રદ્ધાળુઓથી ભરેલી બસ યુપીના હાથરસથી જમ્મુ-કાશ્મીરના રિયાસી જિલ્લામાં સ્થિત શિવ ખોડી જઈ રહી હતી. આ અકસ્માત ચોકી ચોરા વિસ્તારમાં તંગલી વળાંક પર થયો હતો અને બસ લગભગ 150 ફૂટ નીચે ખાઈમાં પડી હતી. કહેવામાં આવી રહ્યું છે કે ડ્રાઈવરે બસ પરથી કાબુ ગુમાવી દીધો હતો.

સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર, આ દુ:ખદ અકસ્માત રાજૌરી જિલ્લામાં થયો હતો. અધિકારીઓએ જણાવ્યું કે પોલીસ અને સ્થાનિક લોકોની મદદથી બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે, ઘાયલોને જમ્મુની અખનૂર હોસ્પિટલ અને સરકારી મેડિકલ કોલેજ (જીએમસી) હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

અકસ્માતને પગલે સ્થળ પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. લોકો ચીસો પાડવા લાગ્યા. બનાવ અંગેની માહિતી પોલીસને આપવામાં આવી હતી. માહિતી મળતાં જ NDRF અને SDRFની ટીમો પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસ, નાગરિકો અને SDRF, NDRFએ તરત જ બચાવ કામગીરી શરૂ કરી દીધી હતી. ઘાયલોને અખનૂરની સ્થાનિક હોસ્પિટલમાં અને જમ્મુની સરકારી મેડિકલ કોલેજમાં લઈ જવામાં આવ્યા છે.