ઈસ્લામિક સ્ટેટ ISISના આતંકવાદીઓએ કોંગોના એક ગામ પર જોરદાર હુમલો કર્યો. આ હુમલામાં ઓછામાં ઓછા 16 ગ્રામજનો માર્યા ગયા હોવાના અહેવાલ છે. સ્થાનિક નાગરિકોના જણાવ્યા અનુસાર મૃત્યુઆંક હજુ વધી શકે છે. ડઝનેક લોકો ઘાયલ થયા છે.
ઈસ્લામિક સ્ટેટ ગ્રુપ (ISIS) સાથે જોડાયેલા આતંકવાદીઓએ ઉત્તર-પૂર્વ કોંગોમાં ઘાતક હુમલો કર્યો છે. આ હુમલાઓમાં ઓછામાં ઓછા 16 ગ્રામજનોના મોત થયા છે. આ સાથે આતંકવાદીઓએ અન્ય 20 લોકોનું પણ અપહરણ કર્યું છે. આથી સમગ્ર ગામમાં ખળભળાટ મચી ગયો છે. એક સ્થાનિક નાગરિક સમાજ જૂથે શુક્રવારે આ માહિતી આપી હતી. ‘ન્યૂ સિવિલ સોસાયટી ઑફ કોંગો’ના સંયોજક જોન વલ્વારિયોએ જણાવ્યું હતું કે ‘એલાઈડ ડેમોક્રેટિક ફોર્સ’ના હુમલાખોરોએ બુધવાર અને શુક્રવારની વચ્ચે ઈટુરી પ્રાંતના મામ્બાસા વિસ્તારમાં સ્થાનિક લોકો પર હુમલો કર્યો હતો.
તેમણે કહ્યું, “મૃતકોની સંખ્યા હજુ સ્પષ્ટ નથી કારણ કે અપહરણ કરાયેલા અન્ય 20 લોકો વિશે કોઈ માહિતી નથી.” તેમણે સંકેત આપ્યો કે મૃતકોની સંખ્યા વધુ વધી શકે છે. કારણ કે આ હુમલો ઘાતક હોવાનું કહેવાય છે. આમાં ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.” સ્થાનિક મીડિયાએ અહેવાલ આપ્યો છે કે સ્થાનિક સરકારી અધિકારી ગિલબર્ટ શિવમવેન્ડાની માતા અને બહેન પણ અપહરણ કરાયેલા લોકોમાં સામેલ છે. કોંગોના ઘણા ગામો સ્થાનિક બળવાખોરો અથવા આતંકવાદી જૂથો દ્વારા સત્તા અને મૂલ્યવાન ખનિજ સંસાધનો માટે લડતા ઉગ્રવાદી વિચારધારાઓ દ્વારા કબજે કરવામાં આવ્યા છે.