ઉત્તર પ્રદેશમાં મતગણતરી શરૂ થયા બાદ પહેલો ટ્રેન્ડ સામે આવ્યો છે. ઉત્તર પ્રદેશમાં મોટી ઉથલપાથલ થતી જોવા મળી રહી છે. રાજ્યમાં ઈન્ડિયા એલાયન્સે રાયબરેલી, મૈનપુરી, કન્નૌજ, ઘોસી, મેરઠ સહિત ઘણી સીટો પર લીડ મેળવી છે. રાજ્યમાં ઘણી બેઠકો પર પ્રારંભિક વલણોમાં ઇન્ડિયા ગઠબંધન આગળ છે.

સપાના વડા અખિલેશ યાદવ કન્નૌજ બેઠક પરથી, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી રાયબરેલી બેઠક પરથી, કોંગ્રેસના ઉમેદવાર ઈમરાન મસૂદ સહારનપુરથી, ધર્મેન્દ્ર યાદવ આઝમગઢથી અને અખિલેશ યાદવની પત્ની ડિમ્પલ યાદવ મૈનપુરી બેઠક પરથી આગળ ચાલી રહ્યા છે. બીજી તરફ, ઘોસી સીટ પર સપાના ઉમેદવાર રાજીવ રાયને સુભાસપા અને એનડીએના ઉમેદવાર અરવિંદ રાજભરથી આગળ છે. જ્યારે મેરઠ સીટ પર પ્રારંભિક વલણોમાં ભાજપના ઉમેદવાર અરુણ ગોવિલ પાછળ છે.

નોંધનીય છે કે, પ્રથમ તબક્કામાં 19 એપ્રિલે 102 બેઠકો પર મતદાન થયું હતું. પ્રથમ તબક્કાનું મતદાન 19 એપ્રિલે થયું હતું. આ સમયગાળા દરમિયાન 21 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મતદાન થયું હતું. પ્રથમ તબક્કામાં લોકસભાની કુલ 102 બેઠકો પર મતદાન થયું હતું.