ભારતીય સેનાએ જમ્મુ-કાશ્મીરમાં LoC પર પાકિસ્તાની ગોળીબારનો વળતો જવાબ આપ્યો. નૌશેરા, સુંદરબની, અખનૂર, બારામૂલા, કુપવાડામાં ઉશ્કેરણી વિરુદ્ધ ભારતીય જવાનોએ તાત્કાલિક કાર્યવાહી કરી.
નવી દિલ્હી: ભારતીય સેનાએ ગત રાત્રે જમ્મુ-કાશ્મીરમાં નિયંત્રણ રેખા- LoC પર પાકિસ્તાની સેનાની ગોળીબારનો વળતો જવાબ આપ્યો. સંરક્ષણ સૂત્રોના જણાવ્યા મુજબ, પાકિસ્તાની સેનાએ LoC પર નૌશેરા, સુંદરબની અને અખનૂર સેક્ટર વિસ્તારમાં ઉશ્કેરણી વગર ગોળીબાર કર્યો હતો.
પાકિસ્તાની સેનાની ચોકીઓ તરફથી બારામૂલા અને કુપવાડા જિલ્લા તેમજ પરગવાલ સેક્ટરમાં આંતર-રાષ્ટ્રીય સરહદ પર પણ ગોળીબાર કરાયો. ભારતીય જવાનોએ તાત્કાલિક કાર્યવાહી કરતા તેમને વળતો જવાબ આપ્યો હતો.

Also Read:
- Russia-Ukraine War : યુક્રેને 4700 ઉત્તર કોરિયાઈ સૈનિકોને માર્યા અથવા ઘાયલ કર્યા
- Pahalgam Attack : પુલવામા હુમલા પછી બાલાકોટ એરસ્ટ્રાઈક, શું આ વખતે કંઈક મોટું થશે?
- Breaking News: જાતિ આધારિત વસ્તી ગણતરી કરાવશે મોદી સરકાર, કેબિનેટ બેઠકમાં મહત્વનો નિર્ણય
- Junagadh : ઐતિહાસિક ઉપરકોટ કિલ્લો ખાલી કરાવવા 59 જેટલા ગેરકાયદેસર મકાનો તોડી પડાયા
- Vadodara : 14 બાંગ્લાદેશીઓના નામ FIP પર મુકાશે