GSRTC: દેશ અને દુનિયામાંથી કરોડો લોકો મહાકુંભ માટે પ્રયાગરાજ પહોંચી રહ્યા છે. હવે ગુજરાત સરકાર, પ્રવાસન વિભાગ અને GSRTCએ ગુજરાતના શ્રદ્ધાળુઓ માટે સીધી બસો ચલાવવાનો નિર્ણય કર્યો છે. ગુજરાતમાંથી નવી એસી વોલ્વો બસ શરૂ કરવામાં આવી રહી છે. 27 જાન્યુઆરીએ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગરથી પ્રયાગરાજની પ્રથમ બસને લીલી ઝંડી આપશે. રાજ્યના લાખો લોકો માટે ઓછા ખર્ચે આ સુવિધા શરૂ કરવામાં આવી રહી છે. ગુજરાત ટુરિઝમે પ્રયાગરાજમાં લોકોના રહેવાની વ્યવસ્થા પણ કરી છે. નાઇટ હોલ્ટ પણ હશે જે આ પેકેજમાં સામેલ છે. આ પેકેજ 8100 રૂપિયામાં 4 દિવસ 3 રાત માટે હશે.
વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ આ અંગે જણાવ્યું છે કે, પવિત્ર મહાકુંભ માટે કરોડો લોકો આસ્થાની ડૂબકી મારવા પ્રયાગરાજ જાય છે. પ્રયાગરાજમાં અસ્થાયી ડૂબકી મારવા માટે રાજ્ય સરકાર દ્વારા સકારાત્મક નિર્ણય કરવામાં આવ્યો છે. ગુજરાત સરકારના સહયોગથી ગુજરાત ટુરિઝમ અને GSRTC દ્વારા એસી વોલ્વો બસની વ્યવસ્થા કરવામાં આવી છે.”
હર્ષ સંઘવીએ આ અંગેની માહિતી આપતા જણાવ્યું છે કે, ચલો કુંભ ચલે… સ્લોગન સાથે રાજ્ય સરકાર દ્વારા કુંભ વિશેષ બસ ચલાવશે. શ્રદ્ધાળુઓની સુવિધા માટે નિર્ણય કરવામાં આવ્યો છે. ત્રણ રાત ચાર દિવસનું પેકેજ હશે. રૂ8100 ભાડું રાખવામાં આવ્યું છે. હાલ તો અમદાવાદથી વોલ્વો ઉપડશે.
ઉલ્લેખનીય છે કે, આ યાત્રા ગાંધીનગરથી પ્રયાગરાજ સુધીની 1400 કિલોમીટરની હશે. તેથી આ પેકેજ 3 રાત અને 4 દિવસ સુધી ચાલશે. GSRTC દ્વારા બનાવવામાં આવેલા નિયમો હેઠળ, તેણે સ્વચ્છતા અને લોકોને સ્વચ્છ ખોરાક આપવાનું વચન આપ્યું છે. આ જ કારણ છે કે ગુજરાતમાં હિન્દુ નામે લાયસન્સ લઈને ચોક્કસ સમુદાય દ્વારા હોટલ ચલાવવા પર કાર્યવાહી કરવામાં આવી છે. આવી 27 હોટલ સામે કાર્યવાહી કરીને તેમના લાઇસન્સ રદ કરવામાં આવ્યા છે.