Ai: ભારત, ફ્રાન્સ અને UAE એ સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA) દરમિયાન એક ત્રિપક્ષીય બેઠક યોજી હતી. આ બેઠકમાં અવકાશ, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) અને સંસ્કૃતિ જેવા ક્ષેત્રોમાં હાલના સહયોગની સમીક્ષા કરવામાં આવી હતી અને સાથે જ નવી ભાગીદારી અંગે ચર્ચા કરવામાં આવી હતી.
સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 81મા સત્ર દરમિયાન ભારત, ફ્રાન્સ અને સંયુક્ત આરબ અમીરાત (UAE) વચ્ચે ત્રિપક્ષીય સહયોગને આગળ વધારવા માટે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. મંગળવાર, 22 સપ્ટેમ્બરના રોજ ન્યૂયોર્કમાં યોજાયેલી ભારત-ફ્રાન્સ-UAE ત્રિપક્ષીય મંત્રીસ્તરીય બેઠકમાં, ત્રણેય દેશોએ વર્તમાન સહયોગની સમીક્ષા કરી અને નવા ક્ષેત્રોમાં ભાગીદારીના વિસ્તરણ અંગે ચર્ચા કરી.
ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે કર્યું હતું. ફ્રાન્સનું પ્રતિનિધિત્વ યુરોપ અને વિદેશ બાબતોના મંત્રી જીન-નોએલ બેરોટ દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે UAEનું પ્રતિનિધિત્વ વિદેશ મંત્રી અને નાયબ વડાપ્રધાન શેખ અબ્દુલ્લા બિન ઝાયેદ અલ નાહ્યાને કર્યું હતું.
અવકાશ અને AI ક્ષેત્રે સહયોગની સમીક્ષા
બેઠક દરમિયાન, ત્રણેય વિદેશ મંત્રીઓએ તેમના ત્રિપક્ષીય સહયોગ માળખા હેઠળ અત્યાર સુધી થયેલી પ્રગતિની સમીક્ષા કરી હતી. ચર્ચાના મુખ્ય વિષયોમાં અવકાશ, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને સંસ્કૃતિ તથા વારસાનો સમાવેશ થતો હતો. આ ક્ષેત્રોમાં ચાલુ સહયોગને વધુ મજબૂત કરવા અને નક્કર પહેલ દ્વારા નવા પ્રોજેક્ટ્સને આગળ વધારવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.




