હિન્દુસ્તાન ટાઈમ્સના અહેવાલ મુજબ, સાઉથની અભિનેત્રીના વીડિયો અને તસવીરો ઓનલાઈન સામે આવી છે જેણે સોશિયલ મીડિયા પર ખળભળાટ મચાવી દીધો છે.તેનું નામ જ્યોતિ રાય છે જે કન્નડ ટેલીવિઝનમાં એક્ટિવ છે. જાણકારીના અનુસાર, એક એક્સ યુઝરે અભિનેત્રીને ધમકી આપી રહ્યો હતો કે જેવી તેની યુટ્યુબ ચેનલ 1000 સબસ્ક્રાઈબર સુધી પહોંચશે, તે તેના પ્રાઈવેટ ફોટા અને વીડિયો લીક કરી દેશે.

આ બધાની વચ્ચે જ્યોતિની વાયરલ તસવીરોએ તેના ફેન્સને નિરાશ કરી દીધા છે. ઘણા યુઝર્સે જ્યોતિની પર્સનલ વસ્તુઓ લીક કરનારાઓ સામે કાયદેસરની કાર્યવાહીની માંગ કરવા માટે એક્સ હેન્ડલની મદદ લીધી છે.કેટલાક લોકોએ બેંગલુરુ પોલીસને પણ ટેગ કરીને મામલાની ઝડપથી તપાસ કરવા વિનંતી કરી હતી.

પણ શું તમે જાણો છે કે આખરે આ જ્યોતિ રાય કોણ છે? જ્યોતિ રાય કન્નડ ટેલિવિઝન ઈન્ડસ્ટ્રીમાં એક લોકપ્રિય નામ છે. તે બંદે બારાતવા કાલામાં તેની ભૂમિકા માટે જાણીતી છે અને 20થી વધુ અન્ય ટેલિવિઝન શોમાં જોવા મળી છે. તે સિવાય તેને કન્નડ ફિલ્મો જેવી કે સિતારામા કલ્યાણ, ગંધડા ગુડી, 99 અને દીયા વર્નાપટલા વગેરેમાં શાનદાર ભૂમિકા નિભાવી છે. હાલમાં અત્યારે તે ગુપ્પેંથા મનસમાં જોવા મળી રહી છે.

જ્યોતિ હંમેશાં સોશિયલ મીડિયા પર પોતાની સુંદર તસવીરો શેર કરીને ફેન્સ આકર્ષિત કરતી રહે છે પરંતુ આ વખતે પર્સનલ ફોટો લીક થવાના કિસ્સામાં ચર્ચામાં છે. મળતી માહિતી મુજબ, જ્યોતિ રાય એક યુવા નિર્દેશક સુકુ પૂર્વજ સાથે રિલેશનશિપમાં છે જે સુકરા, માતરાની મૌનામેદી અને અ માસ્ટરપીસ જેવી ફિલ્મોના નિર્દેશન માટે જાણીતા છે. આ વર્ષની શરૂઆતમાં આ કપલે સંબંધોની સત્તાવાર જાહેરાત કરી હતી અને પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર રોમેન્ટિક તસવીર શેર કરી હતી.