Jaishankar: વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે સોમવારે સાંજે રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવ સાથે ટેલિફોન પર વાતચીત કરી હતી. આ વાતચીત દરમિયાન, બંને નેતાઓએ યુક્રેન સંઘર્ષ અને તે સંબંધિત ચાલી રહેલા રાજદ્વારી પ્રયાસો અંગે ચર્ચા કરી. જયશંકરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર એક પોસ્ટ દ્વારા આ માહિતી આપતા જણાવ્યું કે, “અમારી વાતચીત મુખ્યત્વે યુક્રેન સંઘર્ષ અને ચાલી રહેલા રાજદ્વારી પ્રયાસો પર કેન્દ્રિત હતી.” જોકે, કયા મુદ્દાઓ પર સહમતી સધાઈ અથવા ભવિષ્યની રાજદ્વારી રણનીતિ શું હશે, તે અંગે કોઈ વિગતવાર માહિતી આપવામાં આવી નથી.