elon musk: અમેરિકાની જાણીતી દક્ષિણપંથી સોશિયલ મીડિયા પ્રભાવક (ઇન્ફ્લુએન્સર) અને લેખિકા એશ્લી સેન્ટ ક્લેરે અમેરિકન અબજોપતિ અને ટેસ્લાના વડા એલન મસ્ક સાથેના તેના સંબંધો વિશે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. એશ્લીએ જણાવ્યું હતું કે મસ્કે તેમને તેમના સંબંધો અને સંતાન વિશે ચૂપ રહેવા માટે લગભગ ₹336 કરોડની ઓફર કરી હતી—જે ઓફર તેમણે તરત જ નકારી કાઢી હતી.
એશ્લીએ કહ્યું કે તે નથી ઈચ્છતી કે તેમનો પુત્ર તેનું આખું જીવન એક “ગંદા રહસ્ય” (dirty secret) તરીકે જીવે. તેમણે દાવો કર્યો હતો કે આ ગુપ્ત સોદાનો પ્રસ્તાવ મસ્ક દ્વારા તેમના પુત્ર રોમ્યુલસના જન્મ બાદ મૂકવામાં આવ્યો હતો. આ ઓફરમાં લગભગ ₹126 કરોડની તાત્કાલિક રોકડ ચુકવણી અને ત્યારબાદ આગામી 21 વર્ષ સુધી દર મહિને ₹84 લાખની ચુકવણીનો સમાવેશ થતો હતો. એશ્લીએ ધ ન્યૂ યોર્ક ટાઈમ્સને આપેલા ઈન્ટરવ્યુમાં અને ઓસ્કાર વિજેતા ફિલ્મ નિર્માતા એલેક્સ ગિબની દ્વારા નિર્દેશિત ડોક્યુમેન્ટરી મસ્કમાં મસ્ક સાથેના તેમના સંબંધો વિશે ખુલીને વાત કરી હતી.




