ચીનની જિનપિંગ સરકારે 2018માં વિદેશી શૈલીઓનો વિરોધ કરવા અને ચાઈનીઝ આર્કિટેક્ચરને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય સાથે ઈસ્લામના સિનિકાઈઝેશન માટેની યોજના શરૂ કરી હતી. તેની અસર પણ દેખાઈ રહી છે, કારણ કે ચીનમાં મસ્જિદોમાંથી અરબ  બાંધકામ સ્ટાઈલને સતત હટાવવામાં આવી રહી છે.

હવે ચીનમાં અરબી શૈલીમાં બનેલી છેલ્લી મોટી મસ્જિદની ઇમારતમાં ઘણા ફેરફારો કરવામાં આવ્યા છે. મસ્જિદના ગુંબજ અને મિનારો પણ બદલવામાં આવ્યા હતા. તે હવે અરેબિક સ્ટાઇલને બદલે ચાઇનીઝ સ્ટાઇલમાં જોવા મળી રહી છે. અત્યાર સુધી ચીનમાં આવી જ રીતે ઘણી મસ્જિદોના ગુંબજ અને મિનારા હટાવી દેવામાં આવ્યા છે. આ અંગે સૌથી મોટું અભિયાન શિનજિયાંગમાં શરૂ કરવામાં આવ્યું છે. કોમ્યુનિસ્ટ પાર્ટીના નેતા જિંગરુઈએ કહ્યું હતું કે મુસ્લિમ બહુમતીવાળા પ્રાંતમાં ઈસ્લામનું સિનિકાઈઝેશન જરૂરી છે.

મસ્જિદો તોડી પાડવાનો આરોપ

શી જિનપિંગે સૌપ્રથમ 2016માં રાષ્ટ્રીય ધાર્મિક કાર્ય પરિષદમાં ઇસ્લામના સિનિકાઇઝેશનની ચર્ચા કરી હતી. વર્ષ 2017માં ચીનની સરકારે મુસ્લિમો પ્રત્યે કડક વલણ અપનાવવાનું શરૂ કર્યું હતું. 2017થી, ચીને મુસ્લિમો વિરુદ્ધ કરવામાં આવેલી કાર્યવાહીને ધાર્મિક ઉગ્રવાદને સમાપ્ત કરવાના પ્રયાસ તરીકે વર્ણવ્યું છે. જેમાં ઉઇગુર મુસ્લિમોની ધાર્મિક વિધિઓ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો અને મોટી સંખ્યામાં લોકોની ધરપકડ પણ કરવામાં આવી હતી. આ અંગે ચીની અધિકારીઓ પર શિનજિયાંગમાં મસ્જિદોને તોડી પાડવાનો આરોપ પણ લગાવવામાં આવ્યો છે, કારણ કે અહીંથી જ મોટાભાગની કાર્યવાહી શરૂ થઈ છે.

માનવ અધિકારોનું ઉલ્લંઘન કર્યું

આ કાર્યવાહીને લઈને ચીન પર સતત માનવાધિકાર ઉલ્લંઘનનો આરોપ પણ લગાવવામાં આવ્યો છે. યુએનની એક એજન્સીએ 2022ના રિપોર્ટમાં જણાવ્યું હતું કે ચીનની સરકારે શિનજિયાંગમાં ગંભીર માનવાધિકારોનું ઉલ્લંઘન કર્યું છે. આંતરરાષ્ટ્રીય ટીકા છતાં ચીને તેની નીતિથી પીછેહઠ કરી નથી. હ્યુમન રાઈટ્સ વોચના નવેમ્બર 2023ના અહેવાલમાં જણાવાયું છે કે ચીનની સરકારનું ઝિનજિયાંગ, નિંગ્ઝિયા અને ગાંસુ પ્રાંતમાં મસ્જિદો અને મુસ્લિમો પર વિવિધ પ્રતિબંધો લાદવાનું અભિયાન ચાલી રહ્યું છે. હવે ચીનમાં અરબી શૈલીમાં બનેલી છેલ્લી મોટી મસ્જિદની ઇમારતમાં ઘણા ફેરફારો કરવામાં આવ્યા છે. મસ્જિદના ગુંબજ અને મિનારો પણ બદલવામાં આવ્યા છે.