ફેમસ સીરિયલ ‘અનુપમા’ દરેક ઘરમાં જોવા મળે છે. આ સીરિયલમાં અનુપમાનું પાત્ર ભજવનારી રૂપાલી ગાંગુલી દરેક ઘરમાં ચાહક વર્ગ છે. ત્યારે, આ દરમિયાન અનુપમાના ફેન્સ માટે એક મોટા સમાચાર આવ્યા છે, રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ ગઈ છે.

 દિલ્હી હેડક્વાર્ટરમાં રૂપાલી ગાંગુલીએ ભાજપની સદસ્યતા લીધી. ભાજપમાં જોડાયા બાદ અભિનેત્રીએ કહ્યું કે, જ્યારે મેં વિકાસનો આ મહાયજ્ઞ જોયો ત્યારે મને લાગ્યું કે મારે તેમાં ભાગ લેવો જોઈએ. મને તમારા બધાના આશીર્વાદ અને સમર્થનની જરૂર છે. હું જે પણ કરું તે યોગ્ય અને સારું પણ હોવું જોઈએ.

જો કે રૂપાલીના આ નિર્ણયથી ઘણા લોકો ખુશ છે, તો કેટલાક લોકોને એ વાતની ચિંતા છે કે હવે અનુપમા સિરિયલનું શું થશે. યુઝર્સને પ્રશ્ન છે કે શું તે અનુપમાને છોડી દેશે કે પછી તે શો સાથે તેની પોલિટિકલ કરિયરનું મેનેજમેન્ટ કરશે. તમને જણાવી દઈએ કે રૂપાલી લાંબા સમયથી ઈન્ડસ્ટ્રીમાં કામ કરી રહી છે. તેણે અક્ષય કુમારથી લઈને ગોવિંદા સુધી બધા સાથે કામ કર્યું છે. રૂપાલીના પિતા પણ મોટા ડિરેક્ટર રહી ચૂક્યા છે.

પરંતુ રૂપાલીને તેની અસલી ઓળખ સીરિયલ પહેલું અનુપમાથી જ મળી છે. દર્શકોને પણ અભિનેત્રીનું કામ ઘણું પસંદ આવે છે. આટલું જ નહીં ગઈ કાલે અભિનેત્રી રૂપાલીનો જન્મદિવસ પણ હતો. સાથે જ તેની ફેન ફોલોઈંગ પણ ખૂબ જ મોટી છે. તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર 2.9 મિલિયન એટલે કે 20 લાખથી વધુ ફોલોઅર્સ છે.