મુકેશ અંબાણી અને તેમની પત્ની નીતા અંબાણી તેમના પુત્ર અનંત અંબાણી અને પુત્રવધૂ રાધિકા મર્ચન્ટ માટે બીજી પ્રી-વેડિંગ પાર્ટી હોસ્ટ કરવા માટે તૈયાર છે. આ સમારોહ 28 મે થી 31 મે વચ્ચે યોજાશે. ઇટાલી અને ફ્રાન્સ વચ્ચેના સમુદ્રમાં ક્રુઝ પર મુસાફરી કરતી વખતે લગ્ન પહેલાની ઉજવણી કરવામાં આવશે.

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ સેલિબ્રેશન હજુ પૂરા થયા નથી. ગુજરાતના જામનગરમાં ત્રણ દિવસના ભવ્ય પ્રી-વેડિંગ ફંક્શન પછી, મુકેશ અંબાણી અને નીતા અંબાણી હવે અનંત-રાધિકાની બીજી પ્રી-વેડિંગ પાર્ટીનું આયોજન કરી રહ્યા છે. દરમિયાન, કપલના પ્રી-વેડિંગ ફંક્શનનું કાર્ડ સામે આવ્યું છે, જેમાં ચાર દિવસમાં યોજાનારી ઉજવણીની વિગતો શેર કરવામાં આવી છે. 28મી મેથી 31મી મે વચ્ચે સમુદ્રમાં ક્રૂઝ પર મુસાફરી કરતી વખતે આ ફંક્શન ઉજવવામાં આવશે.

અનંત-રાધિકાના પ્રી-વેડિંગ ફંક્શનની વિગતો

ચાર દિવસીય આ ઉજવણીની વિગતો બહાર આવી છે, જેમાં 28 મેના રોજ ક્રુઝ પર મહાનુભાવોનું સ્વાગત કરવામાં આવશે. અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટના બીજા પ્રી-વેડિંગમાં 29મી મેના રોજ લંચ પાર્ટી, 30મી મેના રોજ ડાન્સ પાર્ટી અને 31મી મે એટલે કે શનિવારના રોજ થીમ હશે ‘લા ડોલ્સે વીટા’ એટલે કે ડાન્સ-ગાન અને મજા, જેમાં ઇટાલિયન સમરનો ડ્રેસ કોડ હશે.

અનંત-રાધિકાનું ક્રુઝ નામ

આ સિવાય અનિલ અંબાણી અને મુકેશ અંબાણી અને નીતા અંબાણીની ભાવિ વહુ રાધિકા મર્ચન્ટ પણ ઈટાલી જવા રવાના થઈ ગયા છે. બીજી પ્રી-વેડિંગ સેરેમની જે ક્રૂઝ પર થશે તેનું નામ ‘સેલિબ્રિટી એસેન્ટ’ છે. તે માલ્ટામાં બનાવવામાં આવ્યુ છે. તે 28 મેના રોજ ઇટાલીના પાલેર્મો પોર્ટથી રવાના થશે અને 4380 કિલોમીટરનું અંતર કાપીને દક્ષિણ ફ્રાન્સ પહોંચશે.

Ambanis are ready for 2nd Pre-Wedding of Anant-Radhika, this time on cruise. Swipe to see the invite | Instagram