દેશમાં બુધવારે મોડી રાત્રે બે ગમખ્વાર અકસ્માત સર્જાયા છે જેમાં કુલ 12 લોકોના મોત નીપજ્યા છે જ્યારે 15થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. એક અકસ્માત મધ્ય પ્રદેશના ઇન્દોરમાં થયો હતો, જેમાં એક કાર રોડ પર પાર્ક કરેલા ડમ્પરમાં ઘૂસી ગઈ, જેમાં 8 લોકોના મોત થયા અને ચેન્નઈ-ત્રિચી નેશનલ હાઈવે પર બીજા અકસ્માતમાં એક લારી અને બસની ટક્કર થતા 4 લોકોના મોત થયા છે.

મધ્યપ્રદેશના ઈન્દોરમાં મોડી રાત્રે ગમખ્વાર માર્ગ અકસ્માતમાં આઠ લોકોના મોત થયા છે. આ અકસ્માત ઈન્દોર-અમદાવાદ નેશનલ હાઈવે પર થયો છે. મળતી માહિતી પ્રમાણે, બેટમા પાસે રતલામ પાસિંગ કાર રોડ પર પાર્ક પડેલા ડમ્પરમાં જઈને ઘૂડી ગઈ હતી. ડમ્પર રેતીથી ભરેલું હતું. ઘટના સ્થળે રેતી વેરાયેલી છે. આ અકસ્માતમાં એક વૃદ્ધ ઘાયલ છે, જેની સારવાર ચાલી રહી છે. અકસ્માત બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે.

મળતી માહિતી મુજબ, તમામ લોકો કારમાં બાંક ટાંડાથી ગુના જઈ રહ્યા હતા ત્યારે અકસ્માત થયો હતો. ઘટના બાદ કાર જે વાહન સાથે અથડાઈ હતી તેનો ચાલક ફરાર થઈ ગયો. હાલ વરિષ્ઠ પોલીસ અધિકારીઓ અને અન્ય લોકો ઘટનાળે પહોંચી ગયા હતા. મૃતક કમલેશ પાસેથી પોલીસ કાર્ડ પણ મળી આવ્યું છે, જેમાં તે શિવપુરીમાં પોસ્ટિંગ છે. હાલ પોલીસે આ અંગે તપાસ કરી અજાણ્યા વાહનની શોધખોળ હાથ ધરી છે.

આ દુર્ઘટનામાં 8 લોકોના મોતની પુષ્ટિ કરવામાં આવી છે, જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ છે. ઘાયલ વ્યક્તિને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે, જ્યાં તેની સારવાર ચાલી રહી છે. અકસ્માત બાદ અજાણ્યો વાહન ચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો છે, જેને પોલીસ શોધવાનો પ્રયાસ કરી રહી છે.

પોલીસના જણાવ્યા અનુસાર જીપ સાથે અકસ્માતમાં સંડોવાયેલા અન્ય અજાણ્યા વાહન અને તેના ચાલકને શોધવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ માટે સ્થાનિક લોકોની પૂછપરછની સાથે સીસીટીવી ફૂટેજની પણ મદદ લેવામાં આવી રહી છે. અકસ્માતમાં ઈજાગ્રસ્ત લોકોના નિવેદન બાદ જ સ્પષ્ટ થશે કે આ અકસ્માત કેવી રીતે થયો. ચેન્નઈ-ત્રિચી નેશનલ હાઈવે પર મદુરંતકમમાં બસ એક લારી સાથે અથડાતાં ચાર લોકોનાં મોત થયાં અને 15 થી વધુ ઘાયલ થયા હતા. ઓવરટેક કરવાનો પ્રયાસ કરતી વખતે વાહને નિયંત્રણ ગુમાવતા બસ અને લારીની વચ્ચે જોરદાર ટક્કર થતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ઘાયલોને ચેંગલપટ્ટુ સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.