Vapi : શહેરના ગુન્જન અંબામાતા મંદિર સામે આવેલ જીઆઇડીસી ગાર્ડન વિસ્તારમાં આજે ભારે પવનના કારણે એક મોટું વૃક્ષ ધરાશાયી થયું હતું. દુર્ભાગ્યવશ આ વૃક્ષ ચાલતી ઓટો રિક્ષા પર પડતા અકસ્માત સર્જાયો હતો.
આ ઘટનામાં ઓટોચાલક અને તેમાં બેસેલા સવારને નાનીમોટી ઈજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. સદનસીબે કોઈ મોટી જાનહાની ટળી હતી.
વૃક્ષ ધરાશાયી થવાના કારણે રસ્તો એક તરફી બંધ થઇ જતાં વાહન વ્યવહાર પણ ખોરવાયો હતો. ઘટનાની જાણ થતાં જ વાપી જીઆઇડીસી નોટિફાઇડ એરિયા ફાયર બ્રિગેડની ટીમે ત્વરિત પ્રવૃત્તિ કરતા ધરાશાયી વૃક્ષને કાપી ખસેડી નાખ્યું અને વાહન વ્યવહાર ફરીથી શરૂ કરાયો હતો

આ સિવાય પણ વાપી સહિત વલસાડ જિલ્લાભરમાં ઠેર-ઠેર માલ મિલકત અને માનવ મૃત્યુ સુધીની તારાજી સર્જાઈ છે. જિલ્લામાં ભારે વાવાઝોડા અને વરસાદના કારણે શહેર અને ગ્રામ્યના વિસ્તા અસરગ્રસ્ત થયા હતા. જેના કારણે સમગ્ર જિલ્લામાં અનેક જગ્યાએ ઝાડ પડવાની ઘટના બની હતી. તંત્ર દ્વારા વૃક્ષો હટાવવાની કામગીરી હાથ ધરી રસ્તો ખુલ્લો કરવામાં આવ્યા છે.
વરસાદ અને વાવાઝોડાનાં કારણે સમગ્ર ખેડા પંથકમાં જાનમાલનું નુકશાન થયુ હતુ. વાવાઝોડામાં ઝાડ પડવા, રસ્તાઓ બ્લોક થવા, મકાન છત પડવા, પતરા ઉડવા જેવા ઘટના બની હતી.
આ પણ વાંચો..
- Anand: બે બાઇક વચ્ચે સામસામે ટક્કર, ત્રણ યુવાનોના મોત, 3 ઘાયલ
- Ahmedabad: પાંચ અલગ અલગ બ્રાન્ડના ઘી ફેલ, 3142 કિલોનો સ્ટોક જપ્ત
- ખેડૂતો તમને ગામમાં ઘુસવા નહોતા દેતા એટલા માટે તમે ડોક્ટર સાહેબના નામનો ઉપયોગ કરો છો જે યોગ્ય નથી: Isudan Gadhvi
- Ahmedabad: હોસ્ટેલના ખોરાકમાં મળ્યો કાનખજુરો;વિદ્યાર્થીઓએ વિરોધ કર્યો, એજન્સીને 25,000 નો દંડ ફટકાર્યો
- Ahmedabad: બ્રેન ડેડથી મૃત્યુ પામ્યા બાદ પત્નીએ તેના પતિના અંગોનું દાન, પાંચ પરિવારોને આપ્યું નવું જીવન




