Vapi : શહેરના ગુન્જન અંબામાતા મંદિર સામે આવેલ જીઆઇડીસી ગાર્ડન વિસ્તારમાં આજે ભારે પવનના કારણે એક મોટું વૃક્ષ ધરાશાયી થયું હતું. દુર્ભાગ્યવશ આ વૃક્ષ ચાલતી ઓટો રિક્ષા પર પડતા અકસ્માત સર્જાયો હતો.
આ ઘટનામાં ઓટોચાલક અને તેમાં બેસેલા સવારને નાનીમોટી ઈજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. સદનસીબે કોઈ મોટી જાનહાની ટળી હતી.
વૃક્ષ ધરાશાયી થવાના કારણે રસ્તો એક તરફી બંધ થઇ જતાં વાહન વ્યવહાર પણ ખોરવાયો હતો. ઘટનાની જાણ થતાં જ વાપી જીઆઇડીસી નોટિફાઇડ એરિયા ફાયર બ્રિગેડની ટીમે ત્વરિત પ્રવૃત્તિ કરતા ધરાશાયી વૃક્ષને કાપી ખસેડી નાખ્યું અને વાહન વ્યવહાર ફરીથી શરૂ કરાયો હતો

આ સિવાય પણ વાપી સહિત વલસાડ જિલ્લાભરમાં ઠેર-ઠેર માલ મિલકત અને માનવ મૃત્યુ સુધીની તારાજી સર્જાઈ છે. જિલ્લામાં ભારે વાવાઝોડા અને વરસાદના કારણે શહેર અને ગ્રામ્યના વિસ્તા અસરગ્રસ્ત થયા હતા. જેના કારણે સમગ્ર જિલ્લામાં અનેક જગ્યાએ ઝાડ પડવાની ઘટના બની હતી. તંત્ર દ્વારા વૃક્ષો હટાવવાની કામગીરી હાથ ધરી રસ્તો ખુલ્લો કરવામાં આવ્યા છે.
વરસાદ અને વાવાઝોડાનાં કારણે સમગ્ર ખેડા પંથકમાં જાનમાલનું નુકશાન થયુ હતુ. વાવાઝોડામાં ઝાડ પડવા, રસ્તાઓ બ્લોક થવા, મકાન છત પડવા, પતરા ઉડવા જેવા ઘટના બની હતી.
આ પણ વાંચો..
- Gujaratમાં બારે મેઘ ખાંગા, 139 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો
- Arvind Kejriwal બે દિવસના Gujarat પ્રવાસે, ચોટીલામાં કપાસના ખેડૂતોની રેલીને સંબોધશે
- 27 વર્ષ જૂના હત્યા કેસમાં મહિલાની આજીવન કેદ રદ, Gujarat High Courtએ નવેસરથી ટ્રાયલ ચલાવવાનો આપ્યો આદેશ
- Gujaratના આ ખાસ શિક્ષકોને મળ્યું ઇનામ, જીવનભર બસમાં મફત મુસાફરી કરી શકશે
- આગામી 3 દિવસ Delhi માટે ભારે, હવામાન વિભાગે કરી ભારેથી અતિભારે વરસાદની આગાહી