Vadodara : પૂર નિવારણ માટે હાલ વિશ્વામિત્રી રિવાઇવલ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવી રહ્યો છે. આ વચ્ચે તાજેતરમાં વડોદરામાં ભારે પવન ફૂંકાવવાની સાથે કમોસમી વરસાદ ખાબક્યો હતો.જે બાદ મંગલપાંડે બ્રિજ નીચેથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં ફીણવાળું પાણી વહી રહ્યું હોવાના દ્રશ્યો સામે આવ્યા હતા. જેને પગલે આશ્ચર્ય ફેલાયું હતું. આ ઘટનાએ લોકોને વિચારતા કરી દીધા છે. સાથે જ કિનારામાં કેટલીક જગ્યાએ જમીનનું ધોવાણ થયું હોવાનું પણ જોવા મળી રહ્યું છે.
નદીની એક કિનારીએ ફીણ પથરાયું
વડોદરાની મધ્યમાંથી વિશ્વામિત્રી નદી પસાર થઇ રહી છે. ગત વર્ષે વિશ્વામિત્રી નદીમાં ભીષણ પુર આવ્યું હતું. જેને પગલે શહેરભરમાં ભારે તારાજી સર્જાઇ હતી. જે બાદ વિશ્વામિત્રી નદીમાં પૂર નિવારણ માટેના પગલાં ભરતા રિવાઇવલ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. હાલ વિશ્વામિત્રી નદીને ઉંડી અને પહોળી કરવાનું કામ ચાલી રહ્યું છે. તાજેતરમાં વડોદરામાં કમોસમી વરસાદ ખાબક્યો હતો. જે બાદ સમા મંગલપાંડે બ્રિજ નીચેથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં ફીણવાળું પાણી વહી રહ્યું હોવાનું ધ્યાને આવ્યું છે. જેથી નદીની એક કિનારીએ ફીણ પથરાયું હોય તેવું જોવા મળી રહ્યું છે. આ વાતને પગલે લોકોમાં ભારે ઉત્સુકતા સર્જાઇ છે. બીજી તરફ પર્યાવરણવિદ દ્વારા ચિંતા વ્યક્ત કરાઇ છે. અને આ ઘટનાના મૂળ સુધી પહોંચવાની માંગ કરાઇ છે.
ધોવાણ અટકાવવા માટે કોયર વોવેલ પાથરવાનું આયોજન
આ સાથે જ વિશ્વામિત્રી પ્રોજેક્ટના કાર્યસ્થળ નજીકમાં માટીનું ધોવાણ થયું હોવાનું પણ નજરે પડી રહ્યું હોવાનું જાણવા મળ્યું છે. આ માટીનું ધોવાણ અટકાવવા માટે કોયર વોવેલ પાથરવાનું આયોજન હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.
આ પણ વાંચો..
- Gujaratમાં બારે મેઘ ખાંગા, 139 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો
- Arvind Kejriwal બે દિવસના Gujarat પ્રવાસે, ચોટીલામાં કપાસના ખેડૂતોની રેલીને સંબોધશે
- 27 વર્ષ જૂના હત્યા કેસમાં મહિલાની આજીવન કેદ રદ, Gujarat High Courtએ નવેસરથી ટ્રાયલ ચલાવવાનો આપ્યો આદેશ
- Gujaratના આ ખાસ શિક્ષકોને મળ્યું ઇનામ, જીવનભર બસમાં મફત મુસાફરી કરી શકશે
- આગામી 3 દિવસ Delhi માટે ભારે, હવામાન વિભાગે કરી ભારેથી અતિભારે વરસાદની આગાહી