Vadodara : ભારતે એક તરફ મંગળવારની મધરાતે પહેલગામ આતંકી હુમલાનો બદલો લેવા માટે ભારતે એરસ્ટ્રાઈક કરી હતી અને બીજી તરફ મંગળવારે રાત્રે આખા દેશની જેમ વડોદરામાં કોઈ પણ પ્રકારની ઈમરજન્સીને પહોંચી વળવાની તૈયારીના ભાગરુપે રાત્રે 7.30 થી 8 દરમિયાન બ્લેકઆઉટની જાહેરાત કરવામાં આવી હતી.
વડોદરામાં તંત્રે લોકોને આ સમયગાળા દરમિયાન લાઈટો બંધ રાખવા માટે અપીલ કરી હતી અને તેનું મોટાભાગના નાગરિકોએ દેશદાઝ બતાવીને પાલન કર્યું હતું. સોશિય મીડિયા પર પણ લોકોએ બ્લેક આઉટ રાખવા માટે અપીલ કરી હતી.જેના પગલે આખા શહેર પર અડધો કલાક માટે અંધારાની ચાદર પથરાઈ ગઈ હોય તેવો માહોલ સર્જાયો હતો.આશ્ચર્યની વાત એ હતી કે, એરપોર્ટ સર્કલ પાસે કોર્પોરેશનના હોર્ડિંગની જ એલઈડી લાઈટ ચાલું જોવા મળી હતી.સંખ્યાબંધ જગ્યાએ બહુમાળી ઈમારતો પર લગાડાયેલા સાઈન બોર્ડ અને હોર્ડિંગ્સ પરની લાઈટો પણ ચાલુ હતી.
સાઈરન વાગે અને સાયરન પૂરી થાય ત્યાં સુધી વાહન ચાલકોએ પણ રસ્તાની સાઈડ પર વાહન પાર્ક કરીને અને લાઈટ બંધ કરીને ઉભું રહી જવાનું હોય છે પણ બ્લેક આઉટ દરમિયાન શહેરમાં વાહનોની લાઈટો ભાગ્યે જ કોઈએ બંધ કરી હતી.શહેરમાં આજે 45 જગ્યાએ સાયરન વાગવાના હતા.ઉલ્લેખનીય છે કે, વડોદરા શહેરમાં 1971ના યુધ્ધ વખતે બ્લેક આઉટનો અમલ કરાયો હતો અને આજના અંધારપટે જૂની પેઢીને એ દિવસોની યાદ તાજી કરાવી દીધી હતી.
આ પણ વાંચો.
- Anand: ઉમરેઠના કાલસર ગામ પાસે મહી કેનાલમાં કૂદીને એક દંપતીએ આત્મહત્યા કરી, પોલીસ આ મામલે તપાસ હાથ ધરી
- Chhota Udaipur: ગેલવત ગામ પાસે ટ્રક અને ટ્રેક્ટર વચ્ચે થયેલી ભયાનક ટક્કરમાં ડીઝલ ખરીદવા ગયેલા પિતા-પુત્રમાંથી એકનું મોત
- કિર્ગિસ્તાને ઇતિહાસ રચ્યો, જર્મનીનો આઘાતજનક પરાજય: તાજેતરની UNSC ચૂંટણીઓમાંથી 5 મુખ્ય બાબતો
- pakistan: શું પાકિસ્તાન ગુપ્ત રીતે ઈરાન અંગેની પરમાણુ ગુપ્ત માહિતી વોશિંગ્ટનને આપી રહ્યું છે?
- હું નારાજ હતો: Donald trumpએ ઇઝરાયલી પીએમ નેતન્યાહૂને ગાળ આપવાની વાત સ્વીકારી




