Vadodara : વડોદરા પોલીસે ઘૂસણખોરો સામે સતત ચોથે દિવસે ઝુંબેશ જારી રાખી છે અને આજે વધુ ૫૦ શકમંદોને તપાસ્યા હતા.તો બીજીતરફ પકડાયેલા ૧૪ બાંગ્લાદેશીઓને ડીપોર્ટ નહિ કરાય ત્યાં સુધી વડોદરા પોલીસ નજરકેદમાં રાખશે.
વડોદરા શહેર પોલીસ દ્વારા અત્યાર સુધીમાં ૧૭૫૦ જેટલા શકમંદોની તપાસ કરવામાં આવી છે.જે પૈકી ૧૪ જણા પાસેથી બાંગ્લાદેશના પુરાવા મળી આવતાં તેમને વડોદરા પોલીસના છ હંગામી ડિટેન્શન સેન્ટરમાં રાખવામાં આવ્યા છે.
પોલીસ કમિશનરે કહ્યું છે કે,તમામ ૧૪ બાંગ્લાદેશીઓની તમામ ડીટેલ,ફિંગર પ્રિન્ટ, ફોટોગ્રાફ્સ ફોરેનર્સ આઇડેન્ટિફિકેશન પોર્ટલ પર અપલોડ કરવામાં આવશે.આ ઉપરાંત બાકીના ૬૬ શકમંદો પાસેથી મળેલા પુરાવાની તેમના વતનમાં તપાસ કરવામાં આવી રહી છે.
પોલીસની જુદીજુદી એજન્સીઓ મારફતે પકડાયેલા બાંગ્લાદેશીઓએ બોગસ ડોક્યુમેન્ટ કેવી રીતે બનાવ્યા અને વડોદરામાં આવવાનો ઇરાદો શું હતો તેની તપાસ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો..
- Russia-Ukraine War : યુક્રેને 4700 ઉત્તર કોરિયાઈ સૈનિકોને માર્યા અથવા ઘાયલ કર્યા
- Pahalgam Attack : પુલવામા હુમલા પછી બાલાકોટ એરસ્ટ્રાઈક, શું આ વખતે કંઈક મોટું થશે?
- Breaking News: જાતિ આધારિત વસ્તી ગણતરી કરાવશે મોદી સરકાર, કેબિનેટ બેઠકમાં મહત્વનો નિર્ણય
- Junagadh : ઐતિહાસિક ઉપરકોટ કિલ્લો ખાલી કરાવવા 59 જેટલા ગેરકાયદેસર મકાનો તોડી પડાયા
- Vadodara : 14 બાંગ્લાદેશીઓના નામ FIP પર મુકાશે