Vadodara : શહેરમાં દરજીપુરામાંથી ગત સાતમી તારીખે ગુમ થયેલા દિપેન પટેલની હત્યા કરાઈ હતી. આ હત્યાનો ભેદ આખરે પોલીસે ઉકેલી નાંખ્યો છે. દિપેન પટેલના મિત્ર અને RTO એજન્ટ હાર્દિક પ્રજાપતિએ પ્રેમ પ્રકરણમાં દિપેનની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. દિપેન પટેલ ગુમ થયા બાદ તેનો મૃતદેહ કાલોલ કનેટિયાની નર્મદા કેનાલમાંથી મળી આવ્યો હતો. આરોપીએ હત્યા માટે મરચાની ભૂકી-કટરની ખરીદી કરી હતી અને ત્યાર બાદ કટરના ઘા મારી દિપેન પટેલની હત્યા કરી હતી.
પ્રાપ્ત વિગતો પ્રમાણે વડોદરાના દરજીપુરા વિસ્તારમાં ગત સાતમી તારીખે દિપેન પટેલ નામનો યુવક ગુમ થયો હતો. તેના ગુમ થયાના પાંચ દિવસ બાદ તેનો મૃતદેહ કાલોલની નર્મદા કેનાલ ખાતેથી મળી આવ્યો હતો. પોલીસે આ કેસને ઉકેલી નાંખ્યો છે. દિપેન પટેલની હત્યા તેના મિત્ર અને RTO એજન્ટ હાર્દિક પ્રજાપતિએ કરી હોવાનું ખુલ્યું છે. હાર્દિકે પ્રેમ પ્રકરણમા દિપેનનું ઢીમ ઢાળી દીધું છે. દિપેનને મારી નાંખવા માટે હાર્દિકે મરચાની ભૂકી અને કટર ખરીદી હતી. ત્યાર બાદ દિપેનને કેનાલ પાસેજ કટરના ઘા મારીને રહેંસી નાંખી તેની લાશને નર્મદા કેનાલમાં નાંખી દીધી હતી.
મરચાની ભૂકી અને ધારદાર કટર ખરીદી હતી
આરોપીએ દિપેનની કાર અનગઢ ગામ પાસે મહિસાગર નદીમાં ઉતારી દીધી હતી. પોલીસની તપાસમાં કાલોલની કેનાલમાંથી ડિકમ્પોઝ થયેલી હાલતમાં દિપેનનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસને શંકા ના જાય તે માટે હાર્દિક પ્રજાપતિ તેની શોધખોળ કરવા માટે પરિવાર સાથે ફરતો હતો. હાર્દિકે દિપેનનું કાસળ કાઢી નાંખવા માટે એક મહિના પહેલા જ તૈયારીઓ કરી હતી. તેણે મરચાની ભૂકી અને ધારદાર કટર ખરીદી હતી. આ કટરથી જ તેણે દિપેનની હત્યા કરી નાંખી હતી. ક્રાઈમ બ્રાન્ચે હાર્દિકની પૂછપરછ કરતાં તે ભાંગી પડ્યો હતો અને હત્યાની કબૂલાત કરી હતી.
આ પણ વાંચો..
- National doctors day: આરોગ્યલક્ષી સેવાઓ હવે એકસાથે ઉપલબ્ધ, મુખ્યમંત્રીએ ગાંધીનગર ખાતે ‘આરોગ્ય સમીક્ષા કેન્દ્ર’નું કર્યું લોકાર્પણ
- પાકિસ્તાન એક મહિના માટે United Nations સુરક્ષા પરિષદનું પ્રમુખ બન્યું, કહ્યું – પારદર્શક રીતે કામ કરશે
- Delhi Government : હવે આ મહિને દિલ્હીમાં કૃત્રિમ વરસાદ નહીં થાય, જાણો આ પ્રોજેક્ટ કેમ મુલતવી રાખવામાં આવ્યો?
- સરકારે ₹૧.૦૭ લાખ કરોડની ELI યોજનાને મંજૂરી આપી, ૩.૫ કરોડ નોકરીઓ આપવાનું લક્ષ્ય, કર્મચારીઓને ₹૧૫,૦૦૦ ની પ્રોત્સાહન રકમ મળશે
- Cabinet એ રોજગાર-સંલગ્ન પ્રોત્સાહન યોજનાને મંજૂરી આપી, 3.5 કરોડથી વધુ નોકરીઓનું સર્જન કરવામાં મદદ કરશે