Vadodara : ભારતે એક તરફ મંગળવારની મધરાતે પહેલગામ આતંકી હુમલાનો બદલો લેવા માટે ભારતે એરસ્ટ્રાઈક કરી હતી અને બીજી તરફ મંગળવારે રાત્રે આખા દેશની જેમ વડોદરામાં કોઈ પણ પ્રકારની ઈમરજન્સીને પહોંચી વળવાની તૈયારીના ભાગરુપે રાત્રે 7.30 થી 8 દરમિયાન બ્લેકઆઉટની જાહેરાત કરવામાં આવી હતી.
વડોદરામાં તંત્રે લોકોને આ સમયગાળા દરમિયાન લાઈટો બંધ રાખવા માટે અપીલ કરી હતી અને તેનું મોટાભાગના નાગરિકોએ દેશદાઝ બતાવીને પાલન કર્યું હતું. સોશિય મીડિયા પર પણ લોકોએ બ્લેક આઉટ રાખવા માટે અપીલ કરી હતી.જેના પગલે આખા શહેર પર અડધો કલાક માટે અંધારાની ચાદર પથરાઈ ગઈ હોય તેવો માહોલ સર્જાયો હતો.આશ્ચર્યની વાત એ હતી કે, એરપોર્ટ સર્કલ પાસે કોર્પોરેશનના હોર્ડિંગની જ એલઈડી લાઈટ ચાલું જોવા મળી હતી.સંખ્યાબંધ જગ્યાએ બહુમાળી ઈમારતો પર લગાડાયેલા સાઈન બોર્ડ અને હોર્ડિંગ્સ પરની લાઈટો પણ ચાલુ હતી.
સાઈરન વાગે અને સાયરન પૂરી થાય ત્યાં સુધી વાહન ચાલકોએ પણ રસ્તાની સાઈડ પર વાહન પાર્ક કરીને અને લાઈટ બંધ કરીને ઉભું રહી જવાનું હોય છે પણ બ્લેક આઉટ દરમિયાન શહેરમાં વાહનોની લાઈટો ભાગ્યે જ કોઈએ બંધ કરી હતી.શહેરમાં આજે 45 જગ્યાએ સાયરન વાગવાના હતા.ઉલ્લેખનીય છે કે, વડોદરા શહેરમાં 1971ના યુધ્ધ વખતે બ્લેક આઉટનો અમલ કરાયો હતો અને આજના અંધારપટે જૂની પેઢીને એ દિવસોની યાદ તાજી કરાવી દીધી હતી.
આ પણ વાંચો.
- Huma: રચિત સિંહ સાથે ગુપ્ત સગાઈની અફવાઓ પછી હુમા કુરેશીની આ રહસ્યમય પોસ્ટ “માઇન્ડ યોર ઓન બિઝનેસ.”
- આ રોમેન્ટિક ફિલ્મ OTT પ્લેટફોર્મ પર હિટ બની છે, તેણે કિંગડમ અને ઇન્સ્પેક્ટર ઝેન્ડેને પાછળ છોડી દીધા
- China ને પાકિસ્તાનના રાષ્ટ્રપતિ ઝરદારી માટે પોતાનું ગુપ્ત લશ્કરી સંકુલ ખોલ્યું. જાણો કયા શસ્ત્રો જોવા મળ્યા.
- Pm Modi જન્મદિવસની શુભેચ્છાઓથી અભિભૂત; કહે છે, “હું વિકસિત ભારત માટે વધુ ઉર્જા સાથે કામ કરીશ.”
- Israel: ઇઝરાયલી ફાઇટર જેટ્સે લાલ સમુદ્રમાંથી બેલિસ્ટિક મિસાઇલો છોડી; કતારમાં હમાસ નેતાઓ પર હુમલો, છ લોકોના મોત