Vadodara : લારી-ગલ્લા હટાવવા અંગે રજૂઆત કરવા આવેલા યૂથ કોંગ્રેસનાં કાર્યકરો અને ભાજપ કોર્પોરેટરો વચ્ચે ઝપાઝપીનાં દ્રશ્યો સર્જાયા હતા. જો કે, સિક્યોરિટી જવાનોએ વચ્ચે પડીને મામલો થાળે પાડ્યો હતો. ભાજપ અને કોંગ્રેસ કોર્પોરેટરો વચ્ચે પણ ઊગ્ર બોલાચાલી થઈ હોવાની માહિતી છે.
યૂથ કોંગ્રેસનાં કાર્યકરો અને ભાજપ કોર્પોરેટરો વચ્ચે ઘર્ષણ

આજે Vadodara : કોર્પોરેશનની સામાન્ય સભા યોજાઈ હતી. જો કે, આ દરમિયાન માહોલ ઊગ્ર બન્યો હતો. યુથ કોંગ્રેસનાં કેટલાક કાર્યકરો સભા દરમિયાન પહોંચ્યા હતા અને લારી-ગલ્લા હટાવવા અંગે રજૂઆત કરી હતી. માહિતી અનુસાર, સભામાં ઘૂસવાનો પ્રયાસ કરતા કાર્યકરો અને ભાજપનાં કોર્પોરેટરો વચ્ચે ઊગ્ર બોલાચાલી થઈ હતી અને સ્થિતિ ઝપાઝપી સુધી પહોંચી ગઈ હતી. જો કે, સિક્યોરિટી જવાનોએ વચ્ચે પડીને મામલો થાળે પાડ્યો હતો.
અમીબેન રાવતનાં નિવદેન બાદ માહોલ વધુ ઊગ્ર થયાનો આરોપ
બીજી તરફ ભાજપ અને કોંગ્રેસનાં કોર્પોરેટર વચ્ચે પણ ઘર્ષણ જોવા મળ્યું હતું. કોંગ્રેસ કોર્પોરેટર અમીબેન રાવતે સભા ચાલુ થતા પહેલા ‘કામો કેમ મંજૂર કરાવી નાટક કર્યું’ તેમ કહેતા બબાલ થઈ હતી. ભાજપનાં સભ્યોએ પણ મેયર અને તમામ સભાસદોનું અપમાન ગણાવી હોબાળો મચાવ્યો હતો. અમીબેન રાવત પાસે શબ્દો પાછા લેવા માગ કરી હતી. ‘શબ્દો પાછા લો’ તેવા નારા ભાજપ કોર્પોરેટરોએ લગાવ્યા હતા.
આ પણ વાંચો..
- સૌથી વધુ સક્રિય COVID-19 કેસ ધરાવતા રાજ્યોમાં ગુજરાત છઠ્ઠા ક્રમે, ડરવાની છે જરૂર
- Gujarat Weather: રાજ્યના 18 જિલ્લાઓ એલર્ટ પર, 21 મેથી ભારે વરસાદની આગાહી
- Gujarat: સાયબર પોલીસ પોતે જ છેતરપિંડીનો શિકાર બની, ઈમેલ આઈડી હેક, બેંકો સાથે મોટું કૌભાંડ થવાનું હતું!
- Ahmedabad ટ્રાફિક પોલીસ શાહીબાગમાં સમર્પિત ઇ-ચલણ સહાય કેન્દ્ર થશે શરૂ
- Ahmedabadમાં ગરમીથી બચવાનો નવો રસ્તો, ‘Cool bus stops’ મુસાફરોને આપશે રાહત