Vadodara: વડોદરાના અટલાદરા વિસ્તારમાં એક ખાનગી હોસ્પિટલના નવા બનેલા મકાનમાં આગ લાગી હતી અને ફાયર ફાઇટરોએ એક કલાકમાં આગ પર કાબુ મેળવ્યો હતો.

અટલાદરા હાસિકોલી સર્કલ નજીક વેલ્કેર હોસ્પિટલની પાછળ એક હોસ્પિટલ બિલ્ડિંગનું નિર્માણ ચાલી રહ્યું હતું. સેન્ટ્રલ એસી કામ દરમિયાન આગ લાગી હતી, જેના કારણે ધુમાડાના ગોટેગોટા નીકળ્યા હતા.

ઘટનાની માહિતી મળતાં, મકરપુરા જીઆઈડીસી ફાયર બ્રિગેડે એક કલાકની મહેનત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. ઘટના બાદ લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું અને થોડા સમય માટે ગભરાટ ફેલાઈ ગયો હતો.