Vadodara : ઇન્વેસ્ટમેન્ટના નામે વડોદરાના સિનિયર સિટિઝન પાસે 1.28 કરોડ પડાવનાર ઓનલાઇન ઠગો સુધી રકમ પહોંચાડવામાં મદદરૃપ થયેલા રાજકોટના ત્રણ યુવકોને વડોદરા સાયબર સેલે ઝડપી પાડયા છે.
અલકાપુરી સ્ટેશન પાછળ રહેતા સિનિયર સિટિઝન બાલક્રિષ્ણને સિટાડેલ બેઝ નામના એક વોટ્સએપ ગુ્રપમાં સામેલ કરી લિન્ક મોકલવામાં આવી હતી.જે લિન્ક ઓપન કરતાં રાશી ગુપ્તાએ વોટ્સએપ પર વાત કરી કંપનીમાં રજિસ્ટ્રેશન કરાવ્યું હતું.ત્યારબાદ તેણે પાસવાર્ડ અને આઇડી જનરેટ કરી ઇન્વેસ્ટમેન્ટ પ્લાન બતાવતાં સિનિયર સિટિઝને એક સાથે 44 લાખ ભર્યા હતા.
આ રકમ સામે ઠગે સિનિયર સિટિઝનના એકાઉન્ટમાં 1 હજાર જમા કર્યા હતા. ત્યારપછી તેમના ખાતામાં 2 કરોડ દેખાતા હતા.જેથી ઇન્વેસ્ટરે હવે આગળ કામ નથી કરવું તેમ કહી રકમ ઉપાડવાનો પ્રયાસ કરતાં વધુને વધુ રકમની માંગણી કરાવી રૃપિયા ટ્રાન્સફર કરાવવામાં આવ્યા હતા. જેથી તેમણે ફરિયાદ નોંધાવી હતી.
આ બનાવની તપાસમાં સાયબર સેલના પીઆઇ બીએન પટેલ અને ટીમે બેન્ક એકાઉન્ટને આધારે તપાસ કરી ઠગટોળકીને 10 જેટલા બેન્ક એકાઉન્ટની સવલત કરી આપનાર રવિ ઉર્ફે રાજુ વાળા(ગંજવાડા મેનરોડ,બજરંગ ચોક,રાજકોટ),મો.અકિલ અસલમભાઇ બેલીમ(હસનપીરની દરગાહ પાસે,રાજકોટ) અને ફિરોજ ફારુકભાઇ દોઢિયા(ફારુક મંઝિલ, હસનસા પીર દરગાહ ચોક,કોઠારીયા રોડ,રાજકોટ)ની ધરપકડ કરી છે.
આ પણ વાંચો..
- Ahmedabad: અમદાવાદ નજીક સાંતેજમાં મંડળી ગરબામાં અંધાધૂંધી, પ્રવેશને લઈ સર્જાયો ભયંકર વિવાદ
- trump: રાષ્ટ્રપતિ બન્યા ત્યારથી, ટ્રમ્પે ચાર દેશોની ચૂંટણીઓમાં સીધો હસ્તક્ષેપ કર્યો છે—જેમાંથી ત્રણમાં તેમને સફળતા મળી છે, નેતન્યાહૂના કિસ્સામાં શું થશે?
- MEA: ‘ટિપ્પણીઓ તથ્યાત્મક રીતે ખોટી અને અસ્વીકાર્ય છે’: OICને ભારતનો સખત જવાબ; વિદેશ મંત્રાલયે તેને ‘પાકિસ્તાની એજન્ડા’ ગણાવ્યો
- salman khan: બોલિવૂડ શા માટે બિશ્નોઈ ગેંગના નિશાન પર છે, અને દરેક હુમલા પછી ૨૮ વર્ષ જૂનો કેસ શા માટે ફરી ચર્ચામાં આવે છે?
- બદલી અને ઓર્ડર વચ્ચેના સમયગાળામાં જનરક્ષક પાયલોટોને બેરોજગાર રહેવું પડે છે, આ અન્યાય બંધ થવો જોઈએ : Karan Barot AAP




