Vadodara : ઇન્વેસ્ટમેન્ટના નામે વડોદરાના સિનિયર સિટિઝન પાસે 1.28 કરોડ પડાવનાર ઓનલાઇન ઠગો સુધી રકમ પહોંચાડવામાં મદદરૃપ થયેલા રાજકોટના ત્રણ યુવકોને વડોદરા સાયબર સેલે ઝડપી પાડયા છે.
અલકાપુરી સ્ટેશન પાછળ રહેતા સિનિયર સિટિઝન બાલક્રિષ્ણને સિટાડેલ બેઝ નામના એક વોટ્સએપ ગુ્રપમાં સામેલ કરી લિન્ક મોકલવામાં આવી હતી.જે લિન્ક ઓપન કરતાં રાશી ગુપ્તાએ વોટ્સએપ પર વાત કરી કંપનીમાં રજિસ્ટ્રેશન કરાવ્યું હતું.ત્યારબાદ તેણે પાસવાર્ડ અને આઇડી જનરેટ કરી ઇન્વેસ્ટમેન્ટ પ્લાન બતાવતાં સિનિયર સિટિઝને એક સાથે 44 લાખ ભર્યા હતા.
આ રકમ સામે ઠગે સિનિયર સિટિઝનના એકાઉન્ટમાં 1 હજાર જમા કર્યા હતા. ત્યારપછી તેમના ખાતામાં 2 કરોડ દેખાતા હતા.જેથી ઇન્વેસ્ટરે હવે આગળ કામ નથી કરવું તેમ કહી રકમ ઉપાડવાનો પ્રયાસ કરતાં વધુને વધુ રકમની માંગણી કરાવી રૃપિયા ટ્રાન્સફર કરાવવામાં આવ્યા હતા. જેથી તેમણે ફરિયાદ નોંધાવી હતી.
આ બનાવની તપાસમાં સાયબર સેલના પીઆઇ બીએન પટેલ અને ટીમે બેન્ક એકાઉન્ટને આધારે તપાસ કરી ઠગટોળકીને 10 જેટલા બેન્ક એકાઉન્ટની સવલત કરી આપનાર રવિ ઉર્ફે રાજુ વાળા(ગંજવાડા મેનરોડ,બજરંગ ચોક,રાજકોટ),મો.અકિલ અસલમભાઇ બેલીમ(હસનપીરની દરગાહ પાસે,રાજકોટ) અને ફિરોજ ફારુકભાઇ દોઢિયા(ફારુક મંઝિલ, હસનસા પીર દરગાહ ચોક,કોઠારીયા રોડ,રાજકોટ)ની ધરપકડ કરી છે.
આ પણ વાંચો..
- Maldives: પીએમ મોદીએ માલદીવના સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં હાજરી આપી
- CM Bhupendra Patelએ NCC કેડેટ્સ માટે કરી વ્યવસ્થા, લીડરશીપ એકેડેમી બિલ્ડિંગનું કર્યું ઉદ્ઘાટન
- National: LoC નજીક લેન્ડમાઇન વિસ્ફોટમાં અગ્નિવીર શહીદ, બે અન્ય સૈનિકો ઘાયલ
- Gujaratના 5 જિલ્લામાં ભારે વરસાદ માટે રેડ એલર્ટ, IMD એ આગામી દિવસો માટે કરી આગાહી
- Ahmedabad: સગીરો અને વેપારીઓને હુમલાના વીડિયો પોસ્ટ કરીને બ્લેકમેલ કરી પૈસા પડાવનાર યુટ્યુબરની ધરપકડ