Vadodaraની એમ.એસ.યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલના ફૂડમાં જંતુઓના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. ખોરાકમાંથી નીકળતા એક જંતુનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. ચાર હોસ્ટેલનું ભોજન એક જ હોલમાં તૈયાર થાય છે, આ માટેનો કોન્ટ્રાક્ટ એક જ વ્યક્તિને આપવામાં આવ્યો છે. મેસમાં તૈયાર થતા ભોજનની ગુણવત્તા પર સવાલો ઉઠી રહ્યા છે.

તે જ સમયે એમ.એસ યુનિવર્સિટીના સરદાર પટેલ (એસપી) હોલમાં ખોરાક પર જંતુઓ ફરતા જોવા મળ્યા હતા. હોસ્ટેલના મેસમાં ખાદ્યપદાર્થોમાં જંતુઓ મળી આવ્યા હતા અને શાકભાજી પણ ખાબકી ગયેલી હાલતમાં મળી આવ્યા હતા. એસપી હોલ પાછળની ગંદકીની હાલત પણ ભયજનક હતી. એસપી હોલમાં, બટાકા, ગાજર અને શાકભાજી સહિત મીઠાઈઓ અને શાકભાજીમાં જીવાતોનો ઉપદ્રવ જોવા મળ્યો હતો. મેસના કર્મચારીને પૂછતાં તે સ્પષ્ટ જવાબ આપતાં ખચકાયો હતો અને પોતાનું નામ પણ જણાવ્યું ન હતું. જેના કારણે વિદ્યાર્થીઓના આરોગ્ય સાથે ચેડા થવાની સંભાવના છે.

એનએસયુઆઈના કાર્યકરોએ દેખાવો કર્યા હતા

NSUIના કાર્યકરોએ એમ.એસ.યુનિવર્સિટી હોસ્ટેલમાં વિદ્યાર્થીઓને પડતી તકલીફો અને ખોરાકમાં વારંવાર થતી જંતુઓ સામે વિરોધ દર્શાવ્યો હતો. NSUI શહેર પ્રમુખ અમર વાઘેલાના જણાવ્યા અનુસાર NSUIના કાર્યકરોએ હોસ્ટેલના વિવિધ પ્રશ્નોને લઈને MS યુનિવર્સિટીની હેડ ઓફિસની બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું.