Baroda ડેરીના MDના રાજીનામા બાદ MLA કેતન ઈનામદારે આક્ષેપ કર્યા છે, ધારાસભ્ય કેતન ઈનામદારે ફરી ગંભીર આક્ષેપ લગાવ્યા છે અને કહ્યું કે, MDએ 10 દિવસમાં તપાસ પૂર્ણના આદેશ આપ્યા હતા અને બરોડા ડેરીમાં થતી ગેરરીતિનું આ ઉત્તમ ઉદાહરણ છે સાથે સાથે તપાસમાં શું આવ્યું તે બહાર પાડ્યા પહેલા જ રાજીનામું આપ્યું છે.
કેતન ઈનામદારે મોટા માથાઓની પણ સંડોવણી હોવાના કર્યા આક્ષેપ
ધારાસભ્ય કેતન ઈનામદારે કહ્યું કે, આ સંડોવણીમાં મોટા માથાઓનો પણ હાથ છે અને ઉચ્ચ અધિકારીઓ પણ સામેલ હોવાના કર્યા આક્ષેપ સાથે તેમણે કહ્યું કે આ કૌંભાડમાં જે તપાસ કરવામાં આવી છે તેમાં મને કોઈ ભરોસો નથી, જિલ્લા રજીસ્ટ્રાર અને DSPની તપાસમાં ભરોસો છે સાથે સાથે છોટાઉદેપુર અને વડોદરા જિલ્લામાં તપાસ કરવા માગ કરવામાં આવી છે.
બરોડા ડેરીના એમ. ડી.અજય જોશીએ નિવૃત્તીના 10 મહિના પહેલા રાજીનામું આપ્યું
વડોદરા જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ ( બરોડા ડેરી)ના વહીવટ એમ. ડી.અજય જોશીએ નિવૃત્તીના 10 મહિના પહેલાં જ હોદ્દા પરથી આપેલું રાજીનામું સંઘના નિયમક મંડળ દ્વારા મંજૂર કરાયું છે. ગુજરાત સ્ટેટ કો.ઓ.મિલ્ક માર્કેટિંગ ફેડરેશન દ્વારા અજય જોશીના સ્થાને જીસીએમએફના એજીએમ (કોમર્શિયલ અને પ્રોડક્ટ મેનેજમેન્ટ) હિમાંશુ ભટ્ટને પ્રતિનિયુક્ત કરવામાં આવ્યા છે. બરોડા ડેરીના વહીવટ સામે ગત મહિને જ સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદારે આક્ષેપો કર્યા હતા. ડેસર તાલુકાની મંડળીમાં રૂ.39 લાખના કૌભાંડની તપાસની માગણી કરતાં તપાસ શરૂ થઇ છે તેનો જાહેર થાય તે પહેલાં જ એમ.ડી.ના રાજીનામાએ સહકારી ક્ષેત્રે ચર્ચા જગાવી છે.
મેરાકૂવા મંડળીમાં કયા મુદ્દે તપાસ શરૂ થઇ ?
મેરાકુવા ગામની દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં મૈયત સભાસદોના નામે ખોટા સભાસદો ઊભા કરી ખાતામાંથી કુલ રૂ.39.92 લાખ ઉપાડી મંડળી અને સંસ્થાને આર્થિક નુકસાન થયું છે. જેમાં સીધી કે આડકતરી રીતે પ્રમુખ, મંત્રી, સુપરવાઈઝર અને અન્ય ઈસમો સંડોવાયેલા છે. જેથી આ વ્યાપક કૌભાંડની તપાસ કરવામાં આવે તો મોટા માથાઓની સંડોવણી બહાર આવી શકે છે તેવો આક્ષેપ પણ કરાયો હતો.
આ પણ વાંચો..
- Corona: રોગચાળાના નિષ્ણાતના શબ્દો સાચા સાબિત થયા, સક્રિય કેસ ઘટવા લાગ્યા; પરંતુ હજુ પણ આ ધ્યાનમાં રાખો
- Indonesia: ઇન્ડોનેશિયાના માઉન્ટ લેવોટોબી લાકી-લાકી જ્વાળામુખી ફાટ્યો, ચેતવણી જારી
- Ravi Shashtri: આ બેટ્સમેનને ત્રીજા નંબર પર રમતા જોવા માંગે છે, ટીમ કોમ્બિનેશન પર પોતાનો અભિપ્રાય આપ્યો
- Irani actress: 90 લાખ લોકો ક્યાં જશે? ઇઝરાયલ સાથેના યુદ્ધ વચ્ચે ઇરાની અભિનેત્રીએ રાષ્ટ્રપતિ ટ્રમ્પને સવાલ કર્યો
- Lord Jagannath: મોટી આંખો અને અધૂરું શરીર, ભગવાન જગન્નાથની મૂર્તિ આટલી અલગ કેમ છે?