Rajkotથી કૌશલસિંઘ સોલંકીનો રીપોર્ટ
Rajkot : જેતપુર ડાંઇગ એન્ડ પ્રિન્ટીંગ એશોસીએશનની ઓફીસ, ખાતે જીલ્લા પોલીસ વડા હિમકરસિંહની અધ્યક્ષતામાં તાલુકા ડી.વાય.એસ.પી. રોહિત ડોડીયાના માર્ગદર્શન હેઠળ સીટી પીઆઈ પરમાર દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત કુલ 65,53,000/- ની કિંમતનો મુદામાલ અરજદાર/ફરિયાદી ને પરત અપાવવામાં પોલીસે મદદ કરી છે.
સદરહુ કાર્યક્રમમાં જેતપુર શહેરના વેપારીઓ-નાગરીકોના માલસામાનની ચોરી-લુંટના બનાવ બાદ પોલીસ વિભાગ દ્વારા ખુબ જ ચપળતાથી ગુનાનો ભેદ ઉકેલીને માનવતાવાદી અભિગમ અપનાવી તમામ વ્યક્તિઓને ચોરી-લુંટ થયેલી ચીજવસ્તુઓ પરત અર્પણ કરેલ હતી.
જીલ્લા એસ.પી. હિમકરસિંહ કાર્યક્રમમાં હાજર રહેલા સર્વે કારખાનેદાર-વેપારીઓને જણાવ્યુ હતું કે પોલીસ હંમેશા નાગરીકોની સેવા કરવા તત્પર હોય છે. અને દરેક નાગરીકોએ કોઈપણ જાતનો ડર રાખ્યા વગર ગુનેગારોની સામે ફરીયાદ કરવી જોઈએ. અને પોલીસ દ્વારા કાયદા મુજબ કાર્યવાહી કરવામાં આવશે તેવી ખાત્રી આપી છે.
આ પણ વાંચો..
- ખોટા દસ્તાવેજો બનાવી ભારતીય પાસપોર્ટ બનાવનારા સામે Ahmedabad ક્રાઈમ બ્રાન્ચ FIR કરશે
- Ahmedabad : એરપોર્ટ પરથી ₹37.20 કરોડની કિંમતનો હાઇડ્રોપોનિક ગાંજો ઝડપાયો
- Bhuj : કચ્છમાં આધારકાર્ડ અપડેટ કરાવવું શિરદર્દ બન્યુ, નાગરીકો પરેશાન
- Kutch : 26 બેટ, ટાપુઓ પર પ્રવેશ ઉપર મુકાયો પ્રતિબંધ
- Aam Admi Party હંમેશા શ્રમિકો માટે ઉઠાવશે અવાજ: Isudan Gadhavi