Surat: શુક્રવારે સાંજે સુરતના સરથાણા વિસ્તારમાં એક ભયાનક ઘટના બની. સરથાણા જકાતનાકા નજીક આવેલા ગેસ્ટ કોમર્શિયલ કોમ્પ્લેક્સના 9મા માળેથી એક યુવાન ફિઝિયોથેરાપિસ્ટે છલાંગ લગાવીને આત્મહત્યા કરી લીધી. કાફેમાં બેઠેલી મહિલા અચાનક ખુરશી પરથી ઉભી થઈ અને નીચે કૂદી ગઈ, જેના કારણે ગભરાટ ફેલાયો.
કાફેમાં બેઠા પછી અચાનક અંતિમ પગલું ભર્યું.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, સરથાણાના વાલક પાટિયા વિસ્તારની રહેવાસી 27 વર્ષીય રાધિકા કોટડિયા ફિઝિયોથેરાપિસ્ટ હતી અને પોતાનું ખાનગી ક્લિનિક ચલાવતી હતી. શુક્રવારે સાંજે રાધિકા સરથાણાના જકાતનાકા સ્થિત ગેસ્ટ કોમ્પ્લેક્સમાં ગઈ હતી. તે 9મા માળે “ચાય પાર્ટનર” નામના કેફેમાં બેઠી હતી. થોડીવાર પછી, કોઈ શું થઈ રહ્યું છે તે સમજે તે પહેલાં તે અચાનક ખુરશી પરથી ઉભી થઈ અને સીધી નીચે કૂદી પડી.
ઘટનાસ્થળે દુ:ખદ મૃત્યુ
9મા માળેથી પડી જવાથી રાધિકા ગંભીર રીતે ઘાયલ થઈ હતી. આ ઘટના બાદ લોકો ભેગા થઈ ગયા હતા અને ૧૦૮ એમ્બ્યુલન્સને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી. જોકે, ૧૦૮ ટીમે તપાસ બાદ છોકરીને મૃત જાહેર કરી હતી.
તાજેતરમાં જ સગાઈ થઈ હતી.
ઘટનાની જાણ થતાં સરથાણ પોલીસ અને મૃતકનો પરિવાર સ્થળ પર પહોંચ્યો હતો. પ્રારંભિક તપાસમાં સામે આવ્યું છેકે, રાધિકાની હાલમાં જ સગાઈ થઈ હતી. જો કે, હુજ સુધી તેના આપઘાત પાછળનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. પોલીસે તેનો મોબાઈલ જપ્ત કર્યો છે અને પરિવાર અને મિત્રોના નિવેદનો નોંધી રહી છે.
આ પણ વાંચો
- Cockroach Janata Party: ૮ દિવસ પછી સૌરભ દાસ અને આશુતોષ રંકાને જામીન મળ્યા: દિલ્હી પોલીસને ઝટકો
- Narmada: ‘તું તારું કામ કેમ નથી કરતો…’ ઠપકો આપતાં કલિયુગી દીકરો તેની માતા પર કુહાડીથી હુમલો કરી ફરાર
- Ahmedabad: નશામાં ધૂત વાહનચાલકનો આતંક, સ્થાનિકોએ તેને પકડીને પોલીસને સોંપ્યો, કારમાંથી 2 બોટલ દારૂ મળી
- Gandhinagar: આઠ લોકોએ ફિલ્મી ઢબે કર્યો ગોળીબાર, ગરબા દરમિયાન અવાજ વધારવા બદલ એક ખેડૂતને પગમાં ગોળી મારી
- Ahmedabad: ગરબા રમી ઘરે પરત ફરી રહેલી છોકરીની છેડતી કરનાર અને મિત્રતાનો ઇનકાર કરતી વખતે અશ્લીલ માંગણી કરનારા પુરુષ વિરુદ્ધ ફરિયાદ




