Surat:: સુરતમાં ગે ડેટિંગ એપ મારફતે સમલૈંગિક યુવકોને નિશાન બનાવી ઠગાઈ કરતી ટોળકી ફરી સક્રિય બની છે. તાજેતરમાં ત્રણ શખ્સોએ એક રત્નકલાકારને એપ દ્વારા ચેટિંગ કરીને મળવા બોલાવી રોકડ, મોબાઈલ અને બાઈક લૂંટી લીધી હતી. પીડિતની ફરિયાદ બાદ વરાછા પોલીસે બે આરોપીઓને ઝડપી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
શું છે આખો કેસ?
માહિતી મુજબ, કતારગામમાં રહેતા 29 વર્ષીય રત્નકલાકાર ગે ડેટિંગ એપ પર મિત્રતા કરતો હતો. તે દરમિયાન એક અજાણ્યા યુવક સાથે સંપર્ક થયો હતો. 18મી ઓગસ્ટે યુવકે તેને વરાછા મારુતિ ચોક પાસે મળવા બોલાવ્યો. બાઈક લઈને પહોચેલા રત્નકલાકારને એક યુવકે ચપ્પુ બતાવી ગલીમાં ચોથા માળે લઈ ગયો, જ્યાં બીજા બે યુવકો હાજર હતા. ત્રણેયે મળીને તેને ધમકાવી 50 હજારની માંગ કરી.
રત્નકલાકારે પૈસા નથી કહ્યું ત્યારે તેનો વીડિયો ઉતારી વાઈરલ કરવાની ધમકી આપી માર માર્યો હતો. ત્યારબાદ આરોપીઓએ તેની મોબાઈલમાંથી 5 હજાર ઓનલાઈન ટ્રાન્સફર કર્યા, ફોન છીનવી લીધો અને 80 હજારની બાઈક લઈને ફરાર થઈ ગયા.
પોલીસની કાર્યવાહી
રત્નકલાકારે તરત જ વરાછા પોલીસ મથકે ત્રણેય સામે ફરિયાદ નોંધાવી. પોલીસે અર્શિત સાખંટ અને દીપેન રાઠોડને પકડી લીધા છે જ્યારે ત્રીજા આરોપીની શોધખોળ ચાલુ છે. તપાસમાં સામે આવ્યું કે અર્શિત સામે 2024માં હત્યાનો ગુનો નોંધાયેલો છે, જ્યારે દીપેન સામે જૂનાગઢ માળિયા હાટીના પોલીસ મથકે ગુનો નોંધાયો છે.
આ પણ વાંચો
- iran: ઈરાને કુવૈત અને બહેરીનમાં યુએસ બેઝ પર હુમલો કર્યો; વોશિંગ્ટને તેહરાનના રડાર ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલો કર્યો
- મહિલા T20 વર્લ્ડ કપ 2026: કાઉન્ટડાઉન શરૂ થતાં જ જય શાહે ‘સૌથી મોટા’ આવૃત્તિનું સ્વાગત કર્યું
- chikungunya: વૈજ્ઞાનિકો ચેતવણી આપે છે: હવામાન પરિવર્તન ચિકનગુનિયાને યુરોપ અને ઉત્તર અમેરિકામાં ફેલાવી શકે છે
- instagram: મેટાએ ભારતમાં ₹299/મહિનામાં ‘ઇન્સ્ટાગ્રામ પ્લસ’ લોન્ચ કર્યું – અહીં શું શામેલ છે તે છે
- trump: શત્રુથી “તેજસ્વી નેતા”: ટ્રમ્પે મોજતબા ખામેની પ્રત્યે અચાનક પોતાનું વલણ કેમ નરમ પાડ્યું?




