Surat:: સુરતમાં ગે ડેટિંગ એપ મારફતે સમલૈંગિક યુવકોને નિશાન બનાવી ઠગાઈ કરતી ટોળકી ફરી સક્રિય બની છે. તાજેતરમાં ત્રણ શખ્સોએ એક રત્નકલાકારને એપ દ્વારા ચેટિંગ કરીને મળવા બોલાવી રોકડ, મોબાઈલ અને બાઈક લૂંટી લીધી હતી. પીડિતની ફરિયાદ બાદ વરાછા પોલીસે બે આરોપીઓને ઝડપી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
શું છે આખો કેસ?
માહિતી મુજબ, કતારગામમાં રહેતા 29 વર્ષીય રત્નકલાકાર ગે ડેટિંગ એપ પર મિત્રતા કરતો હતો. તે દરમિયાન એક અજાણ્યા યુવક સાથે સંપર્ક થયો હતો. 18મી ઓગસ્ટે યુવકે તેને વરાછા મારુતિ ચોક પાસે મળવા બોલાવ્યો. બાઈક લઈને પહોચેલા રત્નકલાકારને એક યુવકે ચપ્પુ બતાવી ગલીમાં ચોથા માળે લઈ ગયો, જ્યાં બીજા બે યુવકો હાજર હતા. ત્રણેયે મળીને તેને ધમકાવી 50 હજારની માંગ કરી.
રત્નકલાકારે પૈસા નથી કહ્યું ત્યારે તેનો વીડિયો ઉતારી વાઈરલ કરવાની ધમકી આપી માર માર્યો હતો. ત્યારબાદ આરોપીઓએ તેની મોબાઈલમાંથી 5 હજાર ઓનલાઈન ટ્રાન્સફર કર્યા, ફોન છીનવી લીધો અને 80 હજારની બાઈક લઈને ફરાર થઈ ગયા.
પોલીસની કાર્યવાહી
રત્નકલાકારે તરત જ વરાછા પોલીસ મથકે ત્રણેય સામે ફરિયાદ નોંધાવી. પોલીસે અર્શિત સાખંટ અને દીપેન રાઠોડને પકડી લીધા છે જ્યારે ત્રીજા આરોપીની શોધખોળ ચાલુ છે. તપાસમાં સામે આવ્યું કે અર્શિત સામે 2024માં હત્યાનો ગુનો નોંધાયેલો છે, જ્યારે દીપેન સામે જૂનાગઢ માળિયા હાટીના પોલીસ મથકે ગુનો નોંધાયો છે.
આ પણ વાંચો
- Iran: હિઝબુલ્લાહ ઈરાનમાં અશાંતિ વચ્ચે દગો કરે છે; શું લડવૈયાઓ તેમના શસ્ત્રો સોંપશે અને તેમના પૈસા એકત્રિત કરશે?
- Jagdip Dhankhar: પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરની તબિયત લથડી, દિલ્હી એઈમ્સમાં દાખલ
- Pm Modi એ જર્મન ચાન્સેલર સમક્ષ આ મુદ્દો ઉઠાવ્યો; સમગ્ર મામલે વિદેશ મંત્રાલયે શું કહ્યું?
- Gujarat police: ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD શારીરિક કસોટી માટે કોલ લેટર ડાઉનલોડ કરવાની પ્રક્રિયા શરૂ
- China: શક્સગામ ખીણ પર ભારતના ઠપકાથી ચીન ગભરાયું: આ વિસ્તાર પર પોતાનો દાવો પુનરાવર્તિત કર્યો; ગેરકાયદેસર પ્રોજેક્ટ્સનો બચાવ





