T20 World cup 2024 અફઘાનિસ્તાન અને યુગાન્ડા વચ્ચેની મેચમાં ઘણા મોટા રેકોર્ડ બન્યા છે. આ મેચમાં અફઘાનિસ્તાનની ટીમે 125 રનથી જીત મેળવી છે. અફઘાનિસ્તાન માટે બેટ્સમેનોએ શાનદાર પ્રદર્શન કર્યું છે.

અફઘાનિસ્તાનની ટીમે યુગાન્ડાને 125 રનથી હરાવ્યું છે. આ મેચમાં અફઘાનિસ્તાન માટે બોલરો અને બેટ્સમેનોએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. અફઘાન ટીમ માટે રહેમાનુલ્લા ગુરબાઝ અને ઈબ્રાહિમ ઝદરાને જોરદાર બેટિંગ કરી હતી. આ ખેલાડીઓના કારણે જ અફઘાન ટીમ જીતી શકી હતી. અફઘાનિસ્તાન અને યુગાન્ડા વચ્ચેની મેચમાં ઘણા મોટા રેકોર્ડ બન્યા છે. 

T20 વર્લ્ડ કપમાં ચોથી સૌથી મોટી જીત

અફઘાનિસ્તાન સામેની મેચમાં યુગાન્ડાના કેપ્ટન બ્રાયન મસાબાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જે ખોટું સાબિત થયું. મેચમાં અફઘાનિસ્તાને પ્રથમ બેટિંગ કરીને 183 રન બનાવ્યા હતા. આ પછી યુગાન્ડાની ટીમ 58 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી અને અફઘાનિસ્તાનની ટીમે 125 રનથી મેચ જીતી લીધી હતી. ટી20 વર્લ્ડ કપના ઈતિહાસમાં આ ચોથી સૌથી મોટી જીત છે. T20 વર્લ્ડ કપમાં સૌથી મોટી જીત નોંધાવવાનો રેકોર્ડ શ્રીલંકાના નામે છે. T20 વર્લ્ડ કપ 2007માં શ્રીલંકાએ કેન્યા સામેની મેચમાં 172 રને જીત મેળવી હતી. 

T20 વર્લ્ડ કપમાં સૌથી મોટી જીત:

172 રન – શ્રીલંકા, 2007

130 રન – અફઘાનિસ્તાન, 2021
130 રન – દક્ષિણ આફ્રિકા, 2009
125 રન – અફઘાનિસ્તાન, 2024
116 રન – ઈંગ્લેન્ડ, 2012

T20 વર્લ્ડ કપમાં બીજી સૌથી મોટી ઓપનિંગ ભાગીદારી

રહેમાનુલ્લા ગુરબાઝ અને ઈબ્રાહિમ ઝદરાને પ્રથમ વિકેટ માટે 152 રનની ભાગીદારી કરી હતી. ટી20 વર્લ્ડ કપના ઈતિહાસમાં આ બીજી સૌથી મોટી ઓપનિંગ ભાગીદારી છે. જોસ બટલર અને એલેક્સ હેલ્સ T20 વર્લ્ડ કપમાં સૌથી મોટી ભાગીદારીનો રેકોર્ડ ધરાવે છે. આ બંને ખેલાડીઓએ T20 વર્લ્ડ કપ 2022માં ભારત સામે ઓપનિંગ કરતી વખતે 170 રન બનાવ્યા હતા. 

T20 વર્લ્ડ કપમાં સૌથી મોટી ભાગીદારી કરનાર બેટ્સમેનઃ 

જોસ બટલર અને એલેક્સ હેલ્સ – 170 રન
ઈબ્રાહિમ ઝદરાન અને રહેમાનુલ્લાહ ગુરબાઝ – 154 રન
બાબર આઝમ અને મોહમ્મદ રિઝવાન – 152 રન
ક્રિસ ગેલ અને ડ્વેન સ્મિથ – 145 રન 

T20 વર્લ્ડ કપમાં ચોથો સૌથી ઓછો સ્કોર

184 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી યુગાન્ડાની ટીમ માત્ર 58 રનમાં સમેટાઈ ગઈ હતી. ટી20 વર્લ્ડ કપના ઈતિહાસમાં આ ચોથો સૌથી ઓછો સ્કોર છે. T20 વર્લ્ડ કપમાં સૌથી ઓછો સ્કોર બનાવવાનો રેકોર્ડ નેધરલેન્ડના નામે છે. T20 વર્લ્ડ કપ 2014માં નેધરલેન્ડની ટીમ 39 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. 

T20 વર્લ્ડ કપમાં સૌથી ઓછો સ્કોર: 

39 – નેધરલેન્ડ્સ, 2014
44 – નેધરલેન્ડ્સ, 2021
55 – વેસ્ટ ઈન્ડિઝ, 2021
58 – વેસ્ટ ઈન્ડિઝ, 2024
60 – ન્યુઝીલેન્ડ, 2014