Adani ગ્રુપ દેશમાં વ્યાવસાયિક ગોલ્ફની સર્વોચ્ચ સંસ્થા, PGTI સાથે સહયોગમાં ‘અદાણી ઇન્વિટેશનલ ગોલ્ફ ચેમ્પિયનશિપ 2025’નું આયોજન કર્યુ છે. જે આયોજન થકી Adani ગ્રુપે ભારતીય વ્યાવસાયિક ગોલ્ફમાં પ્રવેશ કરવા માટે તૈયારી કરી લીધી છે.
ચેમ્પિયનશિપની શરૂઆતની ટુર્નામેન્ટ 1 થી 4 એપ્રિલ દરમિયાન ગ્રેટર નોઈડાના જેપી ગ્રીન્સ ગોલ્ફ અને સ્પા રિસોર્ટ ખાતે યોજાશે. તેની ઈનામી રકમ 1.5 કરોડ રૂપિયા રાખવામાં આવી છે.

Adani ગ્રુપે સત્તાવાર રીતે જણાવ્યું હતું કે આ ગોલ્ફ ચેમ્પિયનશિપનો ઉદ્દેશ્ય ગોલ્ફની સુલભતાને પ્રોત્સાહન આપવાનો અને મુખ્ય પ્રવાહની રમત તરીકે તેની સ્થિતિ સુધારવાનો છે. અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડના ડિરેક્ટર પ્રણવ અદાણીએ જણાવ્યું હતું કે, “અમે કપિલ દેવ અને પ્રોફેશનલ ગોલ્ફ ટૂર ઓફ ઇન્ડિયા (PGTI) સાથે મળીને કામ કરવા માટે ઉત્સાહિત છીએ. જેથી ભારતીય પ્રોફેશનલ ગોલ્ફના વિકાસમાં યોગદાન આપી શકાય. અમારો ઉદ્દેશ્ય ભારતમાં ગોલ્ફમાં વિશ્વ ચેમ્પિયન બનાવવાનો છે.”
આ પ્રસંગે બોલતા, PGTIના ચેરમેન અને દિગ્ગજ ક્રિકેટર કપિલ દેવે જણાવ્યું હતું કે અદાણી ગ્રુપના સમર્થનથી પ્રોફેશનલ ગોલ્ફ ટૂરને ભારતમાંથી ચેમ્પિયન ગોલ્ફરો બનાવવામાં મદદ મળશે જે આંતરરાષ્ટ્રીય સ્તરે દેશને ગૌરવ અપાવશે.
આ પણ વાંચો..
- ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં AAP વિપક્ષી ઉમેદવારને ટેકો આપશે
- Mumbai: વીજળી વગર રસ્તાની વચ્ચે જ મોનોરેલ બંધ થઈ; ક્રેન દ્વારા મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા
- Donald trump: ડોનાલ્ડ ટ્રમ્પના ગુરુ કોણ છે? કોની સલાહ પર ભારત પર ટેરિફ લાદવામાં આવ્યો હતો
- NCERT ઓપરેશન સિંદૂર પર ખાસ મોડ્યુલ રજૂ કરે છે; ધોરણ 3 થી 12 સુધીના પુસ્તકોમાં શામેલ છે
- Rushi sunak: ભૂતપૂર્વ બ્રિટિશ વડા પ્રધાન ઋષિ સુનકને જાતિગત ધમકી આપનાર યુવક દોષિત જાહેર થયો, કોર્ટે આ સજા સંભળાવી