Rajkot : ભાયાવદરમાં નગરપાલિકાના પ્રમુખ અને કારોબારી ચેરમેન જોહુકમી ચલાવતા હોય તે પ્રમાણે તેમને તેમની ઓફિસની બહાર રજા સિવાય અંદર આવવું નહિ તેવા પ્રિન્ટેડ સ્ટીકર લગાવી દેવાતા પ્રજામાં રોષની લાગણી છવાઈ હતી. અને એવી ચર્ચા ચાલી હતી કે આમેય કામ સિવાય તો કોણ આવતું હોય કે આ રીતે સ્ટીકર લગાવવા પડે!
ભાયાવદર નગરપાલિકામાં ભાજપના સત્તાધીશોની મનમાની ચાલી રહી હોય તે મુજબ તેમની ચેમ્બરની બહાર કાચના દરવાજા પર રજા સિવાય અંદર આવવું નહિ તેવા સ્ટીકર ચોંટાડવામાં આવતા વિરોધ પક્ષના નયનભાઈ જીવાણીએ રોકડું પરખાવ્યું હતું કે આખા ગુજરાતમાં એક પણ પાલિકામાં તમને આવું જોવા નહીં મળે અને સરકારનો કોઈ આવો પરિપત્ર પણ ન હોય ત્યારે આ નગરપાલિકાના સત્તાધિશો તેમની મનમાની મુજબ ખોટી રીતે તેમની ચેમ્બરોમાં આવા ખોટા રજા સિવાય અંદર આવવું નહિ તેવા સ્ટીકર મારી દીધા છે અને અરજદારોને કોઈ પણ જાતના દાખલાઓ કાઢવાના હોય છે.
સત્તાધીશો દ્વારા પારદર્શી વહીવટી અને સૌનો સાથ સૌના વિકાસના બણગાં ફૂંકતા હોય, ત્યારે આ પ્રકારે મળવા માટે પણ મંજૂરીઓ લેવાના મનઘંડત નિયમો લાગુ કરી દેવાતા હવે નાગરીકોએ પોતે મત આપી જેને પ્રજાના વહીવટની બાગડોર આપી, તે વહીવટદારો હવે પ્રજા પર કાયદા વિરુદ્ધ જઈ ખોટા નિયમો લાગુ કરી રહ્યા છે અને પ્રજાની વચ્ચે રહેવાની બદલે બંધ ચેમ્બરમાં બેસીને નાગરીકોથી દૂર રહી વેપલા કરવાની ફિરાકમાં હોય તેવી પરીસ્થિતિ ઉભી કરી છે.
આ પણ વાંચો..
- Ahmedabad: AMCનો થાંભલાને ધાબામાં ચણી લીધો, કાઉન્સિલરની ઓફિસ સામે જ ગેરકાયદે બાંધકામ, તંત્ર સામે ઉઠ્યાં સવાલ
- Ahmedabad: અમદાવાદવાસીઓ સાવધાન! AMCના દરોડામાં 27 ખાદ્ય નમૂનાઓ ખામીયુક્ત મળ્યા, 3 યુનિટ સીલ કરાયા
- Valsad News: દમણથી વડોદરા જઈ રહેલી કારમાં દારૂ લઈ જતા બે વિદેશી નાગરિકો ઝડપાયા.
- Gold and silver price update: અમેરિકાના આ નિર્ણયને કારણે ચાંદીના ભાવમાં 9,000 રૂપિયાનો વધારો થયો! સોનાના ભાવમાં પણ વધઘટ જોવા મળી
- Surendranagar: પંચાયત તલાટીઓએ સરકારને ધમકી આપી, મહેસૂલ સહિત વધારાની પ્રવૃત્તિઓ બંધ કરવાની માંગ કરી




