Rajkot : ભાયાવદરમાં નગરપાલિકાના પ્રમુખ અને કારોબારી ચેરમેન જોહુકમી ચલાવતા હોય તે પ્રમાણે તેમને તેમની ઓફિસની બહાર રજા સિવાય અંદર આવવું નહિ તેવા પ્રિન્ટેડ સ્ટીકર લગાવી દેવાતા પ્રજામાં રોષની લાગણી છવાઈ હતી. અને એવી ચર્ચા ચાલી હતી કે આમેય કામ સિવાય તો કોણ આવતું હોય કે આ રીતે સ્ટીકર લગાવવા પડે!
ભાયાવદર નગરપાલિકામાં ભાજપના સત્તાધીશોની મનમાની ચાલી રહી હોય તે મુજબ તેમની ચેમ્બરની બહાર કાચના દરવાજા પર રજા સિવાય અંદર આવવું નહિ તેવા સ્ટીકર ચોંટાડવામાં આવતા વિરોધ પક્ષના નયનભાઈ જીવાણીએ રોકડું પરખાવ્યું હતું કે આખા ગુજરાતમાં એક પણ પાલિકામાં તમને આવું જોવા નહીં મળે અને સરકારનો કોઈ આવો પરિપત્ર પણ ન હોય ત્યારે આ નગરપાલિકાના સત્તાધિશો તેમની મનમાની મુજબ ખોટી રીતે તેમની ચેમ્બરોમાં આવા ખોટા રજા સિવાય અંદર આવવું નહિ તેવા સ્ટીકર મારી દીધા છે અને અરજદારોને કોઈ પણ જાતના દાખલાઓ કાઢવાના હોય છે.
સત્તાધીશો દ્વારા પારદર્શી વહીવટી અને સૌનો સાથ સૌના વિકાસના બણગાં ફૂંકતા હોય, ત્યારે આ પ્રકારે મળવા માટે પણ મંજૂરીઓ લેવાના મનઘંડત નિયમો લાગુ કરી દેવાતા હવે નાગરીકોએ પોતે મત આપી જેને પ્રજાના વહીવટની બાગડોર આપી, તે વહીવટદારો હવે પ્રજા પર કાયદા વિરુદ્ધ જઈ ખોટા નિયમો લાગુ કરી રહ્યા છે અને પ્રજાની વચ્ચે રહેવાની બદલે બંધ ચેમ્બરમાં બેસીને નાગરીકોથી દૂર રહી વેપલા કરવાની ફિરાકમાં હોય તેવી પરીસ્થિતિ ઉભી કરી છે.
આ પણ વાંચો..
- Ceasefire violation: ટ્રમ્પ કાર્ડ કામ ન આવ્યું, પાકિસ્તાની સેનાએ 4 કલાકમાં યુદ્ધવિરામનો ભંગ કર્યો
- Monsoon: આ વર્ષે ચોમાસુ કેરળમાં ચાર દિવસ વહેલું આવી શકે છે, સામાન્ય કરતાં વધુ વરસાદની અપેક્ષા
- Operation sindoor: ભારતીય સેનાએ પાકિસ્તાનમાં આતંકવાદી લોન્ચ પેડ્સનો નાશ કર્યો, ઓપરેશન સિંદૂરનો બીજો વીડિયો જાહેર કર્યો
- Us-Pakistan: ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે યુએસ હાઈ કમિશનરે સ્ટાફની અવરજવર અટકાવી
- તણાવ વચ્ચે mehbuba muftiએ અમેરિકા-પાકિસ્તાનનો ઉલ્લેખ કર્યો, ભારત સરકારને કહી આ મોટી વાત