Rajkot : એ-ડીવીઝન પોલીસે પેટ્રોલીંગ દરમિયાન પેલેસ રોડ પર ચોરાઈ બાઈક સાથે એક શખ્સને ઝડપી લઈ બાઈક ચોરીનો ભેદ ઉકેલ્યો છે. ઈ.પોલીસ ઇન્સપેક્ટર બી.વી.બોરીસાગર નાઓએ સુચના તથા માર્ગદર્શન અન્વયે ડી-સ્ટાફના પો.સબ.ઈન્સ એસ.એમ.રાણા તથા સર્વેલન્સ સ્કોડના કર્મચારીઓ પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.
તે દરમ્યાન સર્વેલન્સ સ્કોડના પો.હેડ.કોન્સ. કનુભાઇ બસીયા તથા પો.કોન્સ મનીષભાઇ પરબતભાઇ તથા અનિરૂધસિંહ રોહીતસિંહ નાઓની સંયુકત હકીકત આધારે પેલેસ રોડ પદ્મકુવરબા હોસ્પિટલ પાસેથી એક ઇસમને ઝડપ્યો હતો.
શંકસ્પદ બજાજ પ્લેટીના મો.સા. સાથે પકડી પાસે રહેલ મો.સાના આધાર પુરાવા માંગતા કોઈ આધાર પુરાવા ન હોય જેથી મજકુર ઇસમની યુક્તિ-પ્રયુક્તિથી પુછપરછ કરતા સદરહુ મો.સા. પોતે આજથી આશરે એકાદ વર્ષ પહેલા મો.સા. હાથીખાના શેરી – 1 પાસે આવેલ શ્રી કોમ્પ્લેક્ષ પાસે રોડ ઉપરથી ચોરી કરેલ હોવાનુ જણાવતા સદરહુ ચોરીના મો.સા. ને ઈ-ગુજકોપ ડેટામા ચેક કરતા આજથી એક વર્ષ પહેલા રાજકોટ શહેર એ.ડીવી. પો.સ્ટે. ગુન્હો દાખલ થયેલ હોય જે વાહન ચોરીનો અનડેટેક્ટ ગુન્હો ડીટેક્ટ કરેલ છે.
આ પણ વાંચો..
- China: ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ પીએમ મોદીને મળ્યા, તેમને SCO સમિટમાં આમંત્રણ આપ્યું
- ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં AAP વિપક્ષી ઉમેદવારને ટેકો આપશે
- Mumbai: વીજળી વગર રસ્તાની વચ્ચે જ મોનોરેલ બંધ થઈ; ક્રેન દ્વારા મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા
- Donald trump: ડોનાલ્ડ ટ્રમ્પના ગુરુ કોણ છે? કોની સલાહ પર ભારત પર ટેરિફ લાદવામાં આવ્યો હતો
- NCERT ઓપરેશન સિંદૂર પર ખાસ મોડ્યુલ રજૂ કરે છે; ધોરણ 3 થી 12 સુધીના પુસ્તકોમાં શામેલ છે