Rajkot : ઇન્દુબેન કસરેજા રિક્ષામાં બેસી રસોડાના કામ માટે જતા હતા, આશ્ચર્યજનક રીતે ડમ્પર વાળો અકસ્માત સર્જી ભાગી છૂટ્યો, સાથે રીક્ષા ચાલક પણ રીક્ષા લઈ નાસી ગયો
આજીડેમ નજીક હાઇવે પર હિટ એન્ડ રનની ઘટના બની છે. જેમાં ડમ્પરે રીક્ષાને હડફેટ લેતા વેલનાથ સોસાયટીના ઇન્દુબેન વિનુભાઈ કસરેજા(ઉં. વ.49)નું મોત નિપજ્યું હતું.
બનાવ અંગે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગત મુજબ, ઇન્દુબેન વિનુભાઈ કસરેજા (ઉંમર વર્ષ 49, રહે. રણુજા મંદિર સામે, વેલનાથ સોસાયટી શેરી નંબર 3) આજે સવારે રિક્ષામાં બેસીને જતા હતા ત્યારે આજી જીઆઇડીસીથી આજીડેમ ચોકડી વચ્ચે હાઇવે પર કોઈ અજાણ્યા ડમ્પર ચાલકે રિક્ષાને હડફેટે લીધી હતી.જેમાં ઇન્દુબેનને ગંભીર ઈજા થઈ હતી. તેમને સૌપ્રથમ નક્ષ કિરણ હોસ્પિટલમાં ખસેડાયા હતા.
જ્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં લાવતા સારવારમાં મૃત્યુ નીપજ્યું હતું. તેમના પરિવારજનોએ જણાવ્યા મુજબ ઇન્દુબેનને સંતાનમાં બે દીકરા અને એક દીકરી છે. તેમના પતિ મંડપ સર્વિસનું કામ કરે છે.
આ પણ વાંચો..
- Kedarnath Yatra: ભારે ભૂસ્ખલન, પાંચ કામદારો ફસાયા, ખાડામાં પડી જવાથી બેના મોત
- Ahmedabad plane crashમાં એકમાત્ર બચેલો વિશ્વાસ ભાઈની અર્થીને કાંધ આપતાં થયો ભાવુક
- FASTag Annual pass : 3,000 રૂપિયામાં 200 હાઇવે ટ્રિપ લો, હાઇવે મંત્રાલયે કરી જાહેરાત
- Ahmedabad plane crash: અત્યાર સુધીમાં કુલ-163 મૃતકોના DNA સેમ્પલ મેચ થયા, જેમાંથી 124 મૃતદેહ પરિવારજનોને સોંપાયા
- ભારતે ક્યારેય મધ્યસ્થી સ્વીકારી નથી અને ક્યારેય સ્વીકારશે નહીં: – PM MODI TALK TRUMP