Rajkot : ધોરાજી શહેરમાં ચોમાસાની ઋતુ પહેલા શહેરમાં પાણીના યોગ્ય નિકાલ માટે અને આયોજન માટે પ્રિ મોન્સુનની કામગીરી તાત્કાલીક શરૂ કરવી જોઈએ હાલમાં શહેરમાં ઘણી જગ્યાએ ભૂગર્ભ ગટરો ઓવરફલો થઈ રોડ પર તેમના પાણી વહે છે ઘણી જગ્યાએ ખુલ્લી ગટરો જામ થઈ ગયેલ છે.

ધોરાજી શહેરની ગટરો કચરાઓ અને માટીથી ભરાઈ ગયેલ હોય તાત્કાલિક તેની સાફ સફાઈ થવી જોઈએ અને મોટા વોકળા અને નદીઓની સાફ સફાઈના અભાવે યોગ્ય રીતે પાણીનો નિકાલ થતો નથી વરસાદી પાણીના યોગ્ય નિકાલ માટે આયોજન બધ્ધ રીતે ભૂગર્ભ ગટરની ચેમ્બરોના ઢાંકણાઓ વ્યવસ્થિત કરવા જોઈએ.

ધોરાજી નગરપાલિકા દ્વારા પ્રિ મોન્સુનની કામગીરી આયોજનબધ્ધ રીતે થાય તો ધોરાજીના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણીનો ભરાવો ન થાય જેથી કરીને શહેરની જનતાને ચોમાસામાં કોઈપણ પ્રકારની મુશ્કેલીઓનો સોમનો કરવો પડે નહીં આ કામગીરી માટે ધોરાજી નગરપાલિકાએ તાત્કાલીક પગલા લઈ કામગીરી આયોજનબધ્ધ રીતે શરૂ કરવા સામાજીકમ અગ્રણી કાંતીલાલ સોંદરવાએ માંગણી કરી છે.

આ પણ વાંચો..