Rajkot : પહલગામ પર આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા હુમલાના જવાબમાં ભારતીય સૈનિકો દ્વારા આપેલા જડબાતોડ જવાબ અને વિરતાના ભાગરૃપે ધોરાજીના મુખ્યમાર્ગો પર તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી.જેમાં કેન્દ્રીય મંત્રી, ધારાસભ્ય સહિતના રાજકીય તેમજ સામાજીક આગેવાનો, શૈક્ષણિક સંસ્થાઓ દરેક જ્ઞાાતિના આગેવાનો, શહેરીજનો તેમજ પૂર્વસૈનિકો અને લોકો પણ જોડાયા હતા.

જમ્મુ કાશ્મીરના પહેલગામમાં પ્રવાસીઓ પર થયેલ આતંકી હુમલાની ઘટના બાદ ભારત દ્વારા પાકિસ્તાનમાં રહેલ આતંકી અડ્ડાને ભારતીય સૈન્ય દ્વારા એર સ્ટ્રાઈક કરી નાશ કરી દેવામાં આવ્યા હતા. ભારતીય સેનાએ હાથ ધરેલા ઓપરેશન સિંદૂરની સફળતાની ઉજવણી તેમજ સેનાના સોર્ય પ્રદર્શનની શૂરવીરતા અને દેશના સ્વાભિમાનના સન્માનમાં રાજ્યના વિવિધ શહેરોમાં તિરંગા યાત્રા યોજવામાં આવી રહી છે. ત્યારે ધોરાજી શહેરના નગરજનોએ રાષ્ટ્રપ્રેમ વ્યક્ત કરવા એક ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.

‘ભારત માતા કી જય’ના નારા લાગ્યા
આ તિરંગા યાત્રામાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા, ધોરાજી ઉપલેટા ના ધારાસભ્ય મહેન્દ્ર પાડલીયા સહિત અનેક રાજકીય આગેવાનો તેમજ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.. જેમાં ધોરાજીના સરદાર ચોક, કાંતિ પાન ચોક, સ્વાતિ ચોક, અવેડા ચોક, ગેલેક્સી ચોક ખાતે સમાપન થયું હતું તિરંગા યાત્રા દરમ્યાન નાગરિકોએ હાથમાં તિરંગા અને પોસ્ટર સાથે વંદે માતરમ અને ભારત માતા કી જય ના નારા લગાવ્યા હતા. યાત્રામાં જોડાયેલા નાગરિકોએ દેશભક્તિની ભાવના સાથે ભારતીય સેનાના પરાક્રમને બિરદાવ્યું હતું.
આ પણ વાંચો..
- Pakistanને ભારતની વોટર સ્ટ્રાઇકથી બચાવવા માટે ચીને પોતાની તાકાત લગાવી, ડેમ બનાવવામાં વધારી ઝડપ
- એક તરફ યુનુસ સેના પ્રમુખને ધમકી આપી રહ્યા હતા, તો બીજી તરફ Bangladeshની સેનાએ લીધો આ મોટો નિર્ણય
- ખેડૂતોના હિત માટેની ગોપાલ ઇટાલિયાની વચનબદ્ધતાથી સ્થાનિક જનતામાં તેમની લોકપ્રિયતા વધી: AAP
- Gujaratમાં બે મોટા પ્રોજેક્ટ્સ પર કામ શરૂ, GSRDC એ DPR અંગે આપી મોટી અપડેટ
- Gujaratના 20 જિલ્લામાં હળવા વરસાદની ચેતવણી, IMDએ આગામી 7 દિવસની આપી અપડેટ