Rajkot : ગોંડલ સીટી પો.સ્ટે. વિસ્તારમાં અવાર-નવાર ગે.કા. ઇગ્લીશ દારૂના કેશમા પકડાયેલ આરોપી ઇમ્તીયાઝ કાદરભાઇ મકરાણી જાતે.બ્લોચ ઉ.વ.૩૨ રહે.ગોંડલ વોરા કોટડા રોડ, ચિસ્તીયા મસ્જીદની સામે તા.ગોંડલ જી.રાજકોટ વાળા વિરૂધ્ધ LCB PI વી.વી.ઓડેદરાના માર્ગદર્શન હેઠળ PSI એચ.સી. ગોહીલ નાઓ દ્વારા ગે.કા. ઇંગ્લીશ દારૂ વેચાણના ગુન્હા આચરનાર ઇસમ વિરૂધ્ધ પાસા પ્રપોઝલ તૈયાર કરી જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી, રાજકોટ તરફ મોકલ્યુ હતુ

રાજકોટ જિલ્લાના જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી પ્રભવ જોષી સાહેબ દ્વારા મજકુર ઇસમની “પાસા” મંજુર કરી મજકુર ઇસમને મહેસાણા મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપવા હુકમ કરેલ જેથી મજકુર ઇસમને ગોંડલથી શોધી પાસા અટકાયતના હુકમની બજવણી કરી મજકુર ઇસમને જસદણ પો.સ્ટે. ના પોલીસ ટીમ દ્રારા પોલીસ જાપ્તા સાથે મહેસાણા મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપેલ છે.
પાસા અટકાયતીનું નામ સરનામુઃ-(1) ઇમ્તીયાઝ કાદરભાઇ મકરાણી જાતે.બ્લોચ ઉ.વ.૩૨ રહે.ગોંડલ વોરા કોટડા રોડ, ચિસ્તીયા મસ્જીદની સામે તા.ગોંડલ જી.રાજકોટ છે.
આ કામગીરીમાં રાજકોટ ગ્રામ્ય એલ.સી.બી.ના Pi વી.વી.ઓડેદરા તથા PSI એચ.સી.ગોહિલ તથા એ.એસ.આઇ. બાલકૃષ્ણ ત્રિવેદી, તથા અમીતસિંહ જાડેજા, તથા રવિભાઇ બારડ, બ્રિજરાજસિંહ જાડેજા, જયવિરસિંહ રાણા, ઇન્દ્રસિંહ જાડેજા, તથા પો.હેડ.કોન્સ. ભગીરથસિંહ જાડેજા, રસીકભાઈ જમોડ, ઘનશ્યામસિંહ જાડેજા, તથા પો.કોન્સ પ્રકાશભાઈ પરમાર દ્વારા કરવામા આવેલ છે.
આ પણ વાંચો..
- Sanjay kapoor: કરિશ્મા કપૂરના પૂર્વ પતિ સંજય કપૂરનું અવસાન, પોલો રમતી વખતે હાર્ટ એટેક આવતાં મોત
- Vikrant messy: અમદાવાદ અકસ્માતથી ભાંગી પડેલા વિક્રાંત મેસી, વિમાન દુર્ઘટનામાં નજીકના વ્યક્તિનું મોત, AI 171 ના સહ-પાયલોટ હતા
- Ahmedabad plane crash: અમદાવાદમાં ક્રેશ થયેલા વિમાનમાં દિલ્હીથી આવેલા આ યુવકે ટેકનિકલ સમસ્યાઓની ફરિયાદ કરી હતી
- Ahmedabad plane crash: અકસ્માતમાં બચાવની કોઈ શક્યતા નહોતી, મૃત્યુઆંક ડીએનએ ટેસ્ટ પછી આવશે: અમિત શાહ
- Plane crash: ૧.૪ કરોડ રૂપિયા અને વીમો અલગથી… વિમાન દુર્ઘટના પછી પરિવારના સભ્યોને કેટલું વળતર મળે છે?