Rajkot : હાલમાં લગ્નની સિઝન પૂરબહાર ચાલી રહી છે. લોકો લગ્નમાં લખલુંટ ખર્ચ કરે છે. ત્યારે ગોંડલમાં લગ્નમાં ગીર ગૌવંશનું વાછરડું ભેટ કરવામાં આવ્યું છે. જો દરેક વ્યક્તિઓ સનાતન ધર્મની આ પ્રાચીન પરંપરા ફરીથી જીવંત કરે તો ગૌવંશ કતલખાને જતો અટકી જશે. ઘરે ઘરે ફરીથી દૂધ અને ઘીની નદીઓ વહેશે. પ્રસિદ્ધ ગૌ પાલક અને ગીર ગૌ સંવર્ધન સંસ્થાના રમેશભાઈ રૂપારેલીયાએ આ વાછરડું ટોળીયા પરિવારને ભેટ આપ્યું છે. ટોળીયા પરિવારે વાછરડું ભેટ સ્વીકારી સમાજને નવી રાહ ચીંધી છે વાછરડાને રીસેપ્શનના સ્ટેજ પર કંકુ તિલક કરી ફુલહાર પહેરાવ્યા.
ગોંડલ તાલુકાના જામવાડી ગામ ખાતે ગામમાં 30 વર્ષથી સરપંચ તરીકે સેવા આપતા, ગોંડલ નાગરિક બેંકના એમડી અને જિલ્લા ભાજપના ઉપાધ્યક્ષ પ્રફુલભાઈ ટોળીયાએ પોતાના પુત્ર લેરીશન લગ્નમાં નવો ચીલો ચિતર્યો છે. લગ્ન પ્રસંગે ગીર ગૌ સંવર્ધન સંસ્થાના રમેશભાઈ રૂપારેલીયા દ્વારા ભેટ સોગાત તરીકે ગીર ઓલાદની છ માસની વાછરડી (ગાય) આપવામાં આવી છે. લગ્ન મંડપમાં વાછરડું જોઈને મહેમાનોને સુખદ આશ્ચર્ય થયું હતું.

આ ઝડપથી વિકસતા સમયમાં જો આ રીતે દરેક લગ્ન પ્રસંગ વખતે વર્ષો પહેલાની પ્રણાલીને જીવંત કરવાના આશયથી વાછરડીનું દાન કરાયું છે. જો આવી રીતે દરેક શુભ પ્રસંગે ગાય માતાનું દાન કરવામાં આવે તો જે આ દેશમાં દૂધ ઘીની નદીઓ વહી શકે છે.
પ્રફુલભાઈ ટોળીયા પોતે પણ ગીર ગાયનું જતન કરે છે. પોતે ગૌ પ્રેમી છે..લગ્નમાં આવતા મહેમાનને આ પરિવારે ગૌ જતન નો સંદેશ આપ્યો છે. રમેશભાઈ રૂપારેલીયા પણ તેઓ સાથે નજીકની મિત્રતા ધરાવે છે. તે અંતર્ગત ચિ ‘.”લેરીશ”અને ચિ. “સ્નેહા “ના લગ્ન સમયે યોજેલ સત્કાર સમારંભમાં ગીર વાછરડીનું દાન કર્યું છે. તે બદલ ટોળીયા પરિવાર પણ હર્ષની લાગણી ધરાવે છે.
આ પણ વાંચો..
- Rajkot : ગોંડલની ઘટના ભાજપની ગેંગવોરનો ભાગઃ અમિત ચાવડા
- LoC પર પાક. સૈનિકોનો ગોળીબાર, ભારતીય સેનાનો જડબાતોડ જવાબ
- Rajkot : ગોંડલમાં ગૌ સંવર્ધનની અનોખી મિસાલ, લગ્નમાં વાછરળુ ભેટ આપ્યું
- ગુજરાત: વલસાડમાં 24 કલાકમાં 300 ઘુસણખોરોની ધરપકડ
- Valsad : વાપી ખાતે પોલીસનું મધરાત્રિ કોમ્બિંગ, 384થી વધુ સંદીગ્ધો ડિટેઈન