ગુજરાતમાં જીવનશૈલી અને ખાવા-પીવાની ખોટી આદતોને કારણે હવે માત્ર વૃદ્ધોમાં જ નહીં, પરંતુ યુવાનોમાં પણ હાર્ટ એટેકના કેસોમાં વધારો નોંધાઈ રહ્યો છે. તાજેતરમાં રાજકોટના વિમલનગર વિસ્તારમાં રહેતા 22 વર્ષીય સાત્વિક સોલંકીનું ક્રિકેટ રમતા રમતા હાર્ટ એટેકથી દુઃખદ અવસાન થયું. પરિવારના એકમાત્ર પુત્રના અચાનક અવસાનથી સગાં-સંબંધીમાં ભારે શોકની લાગણી વ્યાપી ગઈ છે.
માહિતી મુજબ, રાજકોટની સમરસ હોસ્ટેલ પાસે આવેલા મેદાનમાં રવિવારે (10 ઓગસ્ટ) ક્રિકેટ રમી રહ્યો હતો, ત્યારે અચાનક ઢળી પડ્યો. સાથી ખેલાડીઓએ તાત્કાલિક તેને હોસ્પિટલ પહોંચાડ્યો, પરંતુ ડૉક્ટરોએ પહોંચતા જ તેને મૃત જાહેર કર્યો. પ્રાથમિક તપાસમાં કારણ હાર્ટ એટેક હોવાનું સામે આવ્યું.
જૂનાગઢ જિલ્લાના અકાળા ગીર ગામના વતની સાત્વિક રાજકોટમાં રૂમ ભાડે રાખીને સરકારી નોકરી માટે તૈયારી કરી રહ્યો હતો. પરિવારનો એકમાત્ર પુત્ર ગુમાવતાં તેઓ ઊંડા આઘાતમાં છે.
હેલ્થ એક્સપર્ટ્સ જણાવે છે કે હાર્ટ એટેકનો ખતરો માત્ર કસરતના અભાવથી જ નહીં, પરંતુ ઊંઘની અછત, વધારે સ્ટ્રેસ, અનિયમિત આહાર, બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ જેવી પરિસ્થિતિઓથી પણ વધી શકે છે. હૃદયને સ્વસ્થ રાખવા માટે નિયમિત કસરત, પૂરતી ઊંઘ, સંતુલિત આહાર, બ્લડ પ્રેશર અને શુગરનું નિયંત્રણ તથા તણાવનું મેનેજમેન્ટ અત્યંત જરૂરી છે.
આ પણ વાંચો
- hasina: દિલ્હીમાં હસીનાના આયોજિત સંબોધન પર હોબાળો: ભારત અને બાંગ્લાદેશ વચ્ચે મતભેદ; દ્વિપક્ષીય સંબંધો પર નવી ચર્ચા શરૂ થઈ
- sawan: શ્રાવણ મહિનામાં બે ગ્રહણ થવાના છે… શું તે શિવ પૂજા અને સોમવારના ઉપવાસને અસર કરશે?
- E-20 પર વિરોધ માટે કેજરીવાલ તૈયાર: આવતીકાલે 100 લોકો સાથે પીએમના નિવાસસ્થાન તરફ કૂચ કરવાની જાહેરાત; વધુ એક પગલાની યોજના
- petrol: સરકારે પેટ્રોલ, ડીઝલ અને એટીએફ નિકાસ પર વિન્ડફોલ ટેક્સ વધાર્યો; નવા દર ક્યારે અમલમાં આવશે તે તપાસો
- bangladesh: ઢાકા અને ચિત્તાગોંગ વચ્ચે ૧૦૩ વિસ્ફોટકો મળી આવ્યા… બાંગ્લાદેશમાં બોમ્બ કેમ મળી રહ્યા છે?




