Rajkot : ગત તા.16ના રોજ ઇન્દિરા સર્કલે સીટી બસે સર્જેલા અકસ્માતની કરૂણ ઘટનાની તપાસ તો કાગળ પર ચાલી રહી છે. પરંતુ આ ઘટના બાદ એક મહિનાથી સીટી બસની સેવા પાટા પરથી ખડી પડી હોય, પ્રદુષણ મુકત પરિવહન સેવાના દાવા પર પાણીઢોળ થઇ રહ્યો છે.
મહાપાલિકા એટલી લાચાર હાલતમાં આવી ગઇ છે કે એજન્સીને રોજ 15 લાખ જેટલો દંડ તો કરે છે, પરંતુ હાલ બંધ રહેલી દોઢસોથી વધુ સીટી બસ કયારે શરૂ થશે તે કહી શકતી નથી. 234માંથી 152 સીટી બસ બંધ છે, એજન્સીને રોજ 15.20 લાખનો દંડ ફટકાર્યો છે.
હાલ શાળા-કોલેજો-યુનિ.માં વેકેશન પડી ગયું છે. આથી વિદ્યાર્થીઓમાં કોઇ મોટો દેકારો થતો નથી. જે કારણે અધિકારીઓ અને પદાધિકારીઓ સુધી સમસ્યા ગંભીર થઇને પહોંચતી નથી. કોંગ્રેસે પણ એકાદ વખત રજુઆત કરી દીધી છે.
આ પણ વાંચો..
- Gir Somnath: બાળકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને’પડિકા’ પર પ્રતિબંધ મૂક્યો,ગીર સોમનાથના બે ગામોનો પ્રશંસનીય નિર્ણય
- Politics of Gujarat: પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા નવ વર્ષ પછી કોંગ્રેસ પાર્ટીમાં પાછા ફરવાની તૈયારી કરી રહ્યા છે! અમિત ચાવડાએ આ વાતની પુષ્ટિ કરી
- Crime News: અમેરિકા જઈ રહેલા ત્રણ ગુજરાતી યુવાનોનું ઇથોપિયામાં અપહરણ! ‘ખાન’ નામના વ્યક્તિએ ₹1 કરોડની ખંડણી માંગી
- પિતાએ બનાવેલા ઘરમાં દીકરા અને વહુનો કોઈ અધિકાર નથી, Ahmedabad સિવિલ કોર્ટે 13 વર્ષ જૂના કેસમાં આપ્યો ચુકાદો
- Surat: ચોરી કરવા ઇમારતમાં ઘૂસ્યા, પણ રસ્તો જ ભૂલી ગયા; ચોરોને બચાવવા રેસ્ક્યૂ ઓપરેશન કરાયું




